તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Surat
  • રવાન્ડા સરકારને બિઝનેસ આઇડિયા આપ્યા, ને બ્રાન્ડ એમ્બેસેડર બની ગઈ

રવાન્ડા સરકારને બિઝનેસ આઇડિયા આપ્યા, ને બ્રાન્ડ એમ્બેસેડર બની ગઈ

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
‘રવાન્ડામાં વર્ષો પહેલ થયેલાં લોહિયાળ યુદ્ધ પછી બચી ગયેલાં અનેક લોકો આજે ખૂબ જ દયનીય હાલતમાં જીવે છે. આવા લોકોને મદદ કરવા માટે મેં રવાન્ડા સરકારને પાંચ બિઝનેસ આઈડિયા આપ્યા હતાં. બિઝનેસ આઈડિયાથી પ્રભાવિત થઈને રવાન્ડા સરકારે મને રવાન્ડાની બ્રાન્ડ એમ્બેસેડર બનાવવામાં આવી છે.’ શક્તિ ફાઉન્ડેશન દ્વારા નેસા સંઘવીનું સન્માન કરવામાં આવ્યું હતું. સિટી ભાસ્કર સાથે નેસાએ એમની કામગીરી અને કામના સંઘર્ષ વિશે જાણ્યુ હતું.

રવાન્ડા સરકારને કહ્યું લાલ માટી છે તો ચહેરાની ક્રિમ કેમ નથી બનાવતા?
નેસા સંઘવી

સ્કૂલમાં અભ્યાસ કરતી હતી એ દરમિયાન પાઠ્યપુસ્તકમાં રવાંડાની દુર્દશા વિશે જાણ્યું હતું. આફ્રિકાના મહાદ્વીપ રવાંડા દેશમાં વર્ષો પહેલાં 100 દિવસમાં 8 લાખ લોકોને મારી નાંખવામાં આવ્યા હતાં. અત્યારે આ દેશની પરિસ્થિતી સ્થિર છે પરંતુ મૃત્યુ પામેલા લોકના પરિવારજનો હજી પણ દયનિય સ્થિતીમાં જીવે છે. દેશના પિડિત લોકો માટે કંઈ કરવું હતું. મમ્મી સાથે પહેલીવાર રવાન્ડા ગઈ હતી. નરસંહારથી બચેલા લોકો અને વિધવા મહિલાઓને મળી છું. ત્યાં મલેરિયા અને એચઆઈવી જેવી બિમારી વધારે છે. તેમ છતાં ત્યાંના લોકો ઉપચાર નથી કરતાં અને બિમારીને પોતાની જિંદગીનો એક ભાગ બનાવી લે છે. તેમનો વિચાર બદલવા માટે મેં એક પ્રયાસ કરવાનું વિચાર્યું હતું. તેમની જિંદગીમાં હતાશા છે. એ માટે તેમની સરકારને બિઝનેસ માટેના પાંચ આઈડિયા બતાવ્યા હતાં. તેમને કેળાની ખેતી કરવા, ત્યાં લાલ માટી વધારે છે એટલે તે ચહેરા માટેની ક્રિમ બનાવવામાં કામ લાગે તેમ છે, એટલે તેનો વેપાર કરવો જોઈએ. માટીના વાસણો બનાવીને વેચી શકાય છે. કાગળના ઉપયોગથી બનાવવામાં આવેલી કલાકૃતિ પણ વેચી શકાય છે અને અગરબતી બનાવીને વેચવી જોઈએ. આ તમામ આઈડિયા રવાન્ડા સરકારને ખૂબ જ ગમી ગયા હતાં. એટલે ભારતમાં હાઈ કમિશનરે નેસાને રવાન્ડાની બ્રાન્ડ એમ્બેસેડર બનાવામાં આવી છે.

અન્ય સમાચારો પણ છે...