તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Surat
  • સુરતીઓ એક કરોડના ફ્લેટમાં જ એક કરોડનું ઇન્ટિરિયર કરાવે છે

સુરતીઓ એક કરોડના ફ્લેટમાં જ એક કરોડનું ઇન્ટિરિયર કરાવે છે

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ઇન્ટિરિયરનો બેઝિક આઇડિયા ક્લાઇન્ટ નક્કી કરે અને એના પરથી ડિઝાઇન તૈયાર કરવામાં આવે છે.

સુરત | સુરતના લોકો હવે પોતાના ઘરમાં ઇન્ટિરિયર કરાવવા પાછળ કરોડોનો ખર્ચો કરતા થયા છે. તેમાં પણ ખાસ કરીને વેસુ અને અડાજણ ન્યૂ પાલ વિસ્તારમાં બનતા ફ્લેટમાં સુરતીઓ 1 કરોડથી વધુની રકમ ઇન્ટિરિયર પાછળ ખર્ચે છે. ઇન્ટિરિયરમાં ખાસ કરીને ફર્નિચર, બાથરૂમ, કિચન, લિવિંગ રૂમ, હોમ થિએટર રૂમ પાછળ ખર્ચો કરે છે. સિટી ભાસ્કરની ટીમે શહેરના ઇન્ટિરિયર ડિઝાઈનર સાથે વાત કરી જાણ્યું કે લોકો ઇન્ટિરિયરમાં એવું તો શું કરાવે છે, જેથી એની કિંમત એક કરોડથી પણ વધુ થાય છે. સિટીના રિઅલ એસ્ટેટમાં ચાલી રહેલા આવા જ ટ્રેન્ડ વિશે ચર્ચા કરવા આજે સવારે 11 વાગ્યે ટીજીબીમાં રિયાલિટી મીટનું આયોજન થશે.

ઇન્ટિરીયરની ખાસિયતો
ફર્નિચર | વોલની પેનલિંગમાં પ્રેસિઅસ ઈટાલિયન સ્ટોન. રેરલી અવેલેબલ વિનીઅર..! જે 400 રૂપિયા પર સ્ક્વેર ફીટ મળે છે. આ સાથે જ તેના પર બે લાખની લેમિનેશન ટ્રીટમેન્ટ પણ કરાવાય છે. - 3,50,000 નો ઈટાલિયન સ્ટોન અને અઢી લાખનું વિનીઅર અને તેના પર પોણા બે લાખનું લેમિનેશન

આર્ટ વોલ | બેકગ્રાઉન્ડમાં રેગ્યુલર ઈટાલિયન સ્ટોન અને તેના પર ડિઝાઈન કરેલા વુડન પેન્ડન્ટ જેમાંથી લાઈટ બહાર આવે છે એની કિંમત 1 લાખ છે

બાથરૂમ | નેચરલ ક્રોસ ફોસિલ સ્ટોન જેમાં અંદર ઓરીજનલ ડ્રાય પ્લાન્ટ એમ્બોઈસ થયા છે. જે અઢી લાખનું છે તો ઇનડાયરેક્ટ લાઈટનો યુઝ કરી ગ્રુવિંગ પેટર્ન બનાવી જેની કિંમત 70 હજાર.

કિચન | સ્પેશ્યિલ ડાઈનીંગ એરિયા, જેમાં ડાઈનિંગ ટેબલ ચાઈનાથી મંગાવ્યું અને રોટેશન સર્વિંગ પ્લેટ. આ સાથે તેના ઉપર હેન્ગીંગ લાઈટ. ટોટલ કિંમત પોણા બે લાખ

ફ્લેટમાં 50 લાખ બાથરૂમ પાછળ, 8-10 ઓપન ટેરેસ અને 25 કિચન પાછળ ખર્ચાયા છે
ચીન-ઇટાલીથી વસ્તુઓ આવે છે
અડાજણ ન્યૂ પાલ વિસ્તારમાં રહેતા સમીરભાઈએ(નામ બદલ્યું છે) 1 કરોડનો ફ્લેટ લીધો હતો જેમાં એમણે ઇન્ટિરીયર પાછળ સવા કરોડનો ખર્ચ કર્યો. 3 બેડરુમ, હોલ એન્ડ કિચનની સાથે સ્પે.હોમ થિએટરવાળો એમનો ફ્લેટ ઈટાલિયન સ્ટોન, રેરલી અવેલેબલ મિનીએચર, ચીનથી મંગાવેલ મોટરાઈઝ મેકેનિઝમના સોફા, ગ્રીન વોલ કન્સેપ્ટનો મેઈન ડોર જેવા યુનિક ઇન્ટિરિયર સ્ટાઈલથી બનાવાયો છે. જેમાં એમનાે લિવિંગ રૂમ 17 લાખ 50 હજારનો છે.

કિસ્સો 1
ઘરનું ટેરેસ બનાવવાના 8 લાખ.!
પાલ વિસ્તારમાં રહેતા અનિકેત ભાઈએ 1 કરોડ 10 લાખનો બંગલો બનાવ્યો જેમાં એમણે 1 કરોડનું ઇન્ટિરીયર કરાવ્યું. એમણે સ્પેશિયલ ઇન્ટિરિયર પાછળ પોતાનું બજેટ ફાળવ્યું હતું. તેમણે પોતાના ઘરમાં ટેરેસ એરિયા પાછળ સૌથી વધારે 8 લાખનો ખર્ચ કર્યો. આ સાથે જ લિવિંગ એરિયા, માસ્ટર બેડરૂમ, ચિલ્ડ્રન બેડરૂમ, કિચન પાછળ લાખો અને હજારોનો ખર્ચો કર્યો છે. ઈટલી અને ચીનથી ઈમ્પોર્ટેડ ફર્નિચર મંગાવ્યું છે.

કિસ્સો 2
મોઘીં વસ્તુઓનો દેખાડો હવે સ્ટેટ્સ સિમ્બોલ બન્યું છે.!
 ઇન્ટિરીયર ડિઝાઈનર મયૂર મહેતા જણાવે છે કે,‘ હવે લોકોને બીજા કરતા સુપિરિઅર થવાનું પસંદ આવે છે. મોંઘી વસ્તુઓનો દેખાડો તેમને વધારે પસંદ આવે છે. અન્ય વ્યક્તિઓ કરતા ભવ્ય અને યુનિક કરવામાં તેમની વધારે રુચિ હોય છે. ઘણાં ઇન્ટિરિયર પાછળ આટલો બધો ખર્ચો એટલા માટે પણ કરે છે કારણ કે તેઓ એવું વિચારતા હોય છે કે પોતાનું ઘર છે લાંબા સમય સુધી અહીં જ રહેવાનું છે તો શા માટે એક સારી લાઈફ સ્ટાઈલમાં ન રહીએ!!’’

હવે ઇન્ટિરિયરનું શરૂઆતનું બજેટ જ 10 લાખથી શરૂ થાય
 ઇન્ટિરીયર ડિઝાઈનર રુચા ત્રિવેદી કહે છે,‘સુરતમાં તો લોકો ઇન્ટિરીયર કરાવવા પાછ‌ળ સ્પેશ્યિલ બજેટ ફાળવે છે. 10 લાખથી શરૂ થઈ કરોડો સુધીનું બજેટ તેઓ ફાળવે છે.તેમાં પર વેસુ અને પાલ પાસેથી વધારે ક્લાયન્ટ મારી પાસે આવે છે.’

અન્ય સમાચારો પણ છે...