તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

યોગ : 11 વિદ્યાર્થીઓ રાજ્ય કક્ષાએ રમશે

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સુરત | હાલમાં જ ખેલ મહાકુંભ અંતર્ગત જિલ્લા કક્ષાની યોગાસન સ્પર્ધા એસ ડી. જૈન સ્કૂલ, પલસાણા ખાતે યોજાઈ હતી જેમાં સમગ્ર સુરત જીલ્લાની 8 તાલુકાની ટીમોએ ભાગ લીધો હતો. ટૂર્નામેન્ટમાં ૧૩૦ વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો અને એમાં વિદ્યામંગલ નિવાસી શાળા ચેમ્પિયન બની હતી. વિદ્યામંગલ શાળાના કુલ ૧૭ બાળકો આ ટૂર્નામેન્ટમાં વિજેતા થયા છે જેમાંથી ૧૧ વિદ્યાર્થીઓ રાજ્ય કક્ષાએ રમવા જશે. શાળા સંચાલકો દ્વારા શાળાના યોગાસન કોચ મહેશ તથા બધાં જ બાળકોને શુભેચ્છા પાઠવામાં આ‌વી છે.

અન્ય સમાચારો પણ છે...