ગેસ્ટ હાઉસમાં બેભાન થઈ જતાં કર્મચારીનું મોત

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સુરત ઃ સુરત રેલ્વે સ્ટેશન નજીક ગેસ્ટ હાઉસમાં અચાનક બેભાન થયા બાદ કર્મચારીનું મોત નિપજ્યું હતું. લંબે હનુમાન રોડ નરસિંગ મંદિરના ટેકરા ખાતે રહેતા રામચંદ્ર ક્રિષ્ના મેનન(55) સુરત રેલ્વે સ્ટેશન નજીક આવેલા વિહાર ગેસ્ટ હાઉસમાં નોકરી કરતા હતા. શુક્રવારે સાંજે તેઓ ગેસ્ટ હાઉસમાં અચાનક બેભાન થઈ ગયા હતા. તેમને તાત્કાલિક સારવાર્થે સ્મીમેર હોસ્પિટલમાં ખસેડાયા હતા. જ્યાં ફરજ પરના તબીબે તેમને મૃત જાહેર કર્યા હતા. મહિધરપુરા પોલીસે અકસ્માત મોતની નોંધ કરી છે.

અન્ય સમાચારો પણ છે...