તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Surat
  • Surat દાંડીકૂચને પુન: ર્જીવિત કરવા વિશ્વની પ્રથમ હેરિટેજ મેરેથોન

દાંડીકૂચને પુન: ર્જીવિત કરવા વિશ્વની પ્રથમ હેરિટેજ મેરેથોન

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ગાંધીજીની 150મી જન્મજયંતીની ઉજવણી નિમિત્તે દાંડીકૂચને પુન:ર્જીવિત કરવા વિશ્વની પ્રથમ હેરિટેજ મેરેથોનનું આયોજન કરાયું છે. દાંડી સોલ્ટ ચેલેન્જ-2019માં કુલ ત્રણ ઇવેન્ટનો સમાવેશ થાય છે. મેરેથોન, સાઈકલ-માર્ચ યોજાશે.

મહાત્માના પ્રપૌત્ર તુષાર ગાંધીએ રાષ્ટ્રપિતાની જન્મજયંતી નિમિત્તે શ્રેણિબદ્ધ કાર્યક્રમોની ગુરુવારે પત્રકાર પરિષદમાં ઘોષણા કરતાં જણાવ્યું હતું કે, દાંડી સોલ્ટ ચેલેન્જનું આયોજન વાસ્તવમાં શાંતિના દૂતના જીવન તથા સંઘર્ષની ઉજવણી માટે કરાયું છે. દાંડીકૂચ વખતે ગાંધીજીની ચપટી મીઠું લેતી તસવીર દેખાય છે તે સુરતના ભીમરાડની છે. દાંડીની જેમ ભીમરાડમાં સ્મારક બનાવાય તેવા હેતુસર ભીમરાડથી દાંડીકૂચ થશે. જ્યારે મેરેથોન અને સાઈક્લિંગ સાબરમતી આશ્રમથી દાંડી સુધીની યોજાશે. આ મેરેથોનમાં 25 હજાર લોકો ભાગ લે તેવી અપેક્ષા છે.

દાંડીકૂચ
19થી 23 માર્ચ ભીમરાડથી દાંડી સુધી અંતર 70 કિ.મી.

મેરેથોન 12થી 23 માર્ચ

સાબરમતી આશ્રમથી દાંડી સુધી અંતર 401 કિ.મી.

સાઈક્લિંગ 20થી 23 માર્ચ

સાબરમતી આશ્રમથી દાંડી સુધી

અંતર 401 કિ.મી.

અન્ય સમાચારો પણ છે...