તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Surat
  • Surat ભરીમાતા વિસ્તારમાં 9 વર્ષના બાળકને 4 કૂતરાંએ આખા શરીરે 35 બચકાં ભર્યાં

ભરીમાતા વિસ્તારમાં 9 વર્ષના બાળકને 4 કૂતરાંએ આખા શરીરે 35 બચકાં ભર્યાં

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભરીમાતા સાબરી- નગર પાસે ઘર આંગણે રમી રહેલા એક 9 વર્ષના બાળક પર ચાર કુતરા તુટી પડ્યા હતા. બાળકને ખાડી તરફ ધસડી જતા હતા. અચાનક એક મહિલાનુ ધ્યાન જતા લોકો દોડી ગયા હતા અને કુતરાઓના ચુંગાલમાંથી બાળકને છોડાવાયો હતો. જોકે ત્યાં માસુમ બાળકને શરીરે 35 જેટલી જગ્યાએ કુતરાઓએ કરડી લીધું હતું. બાળકને ગંભીર હાલતમાં તાત્કાલિક મસ્કતિ હોસ્પિટલ બાદ સ્મીમેર હોસ્પિટલ ખસેડાયો હતો. જ્યાં હાલ તેની સારવાર ચાલી રહી છે. અખ્તર હુસેનનો 9 વર્ષીય પુત્ર યમાન ધોરણ 4માં અભ્યાસ કરે છે. તે ઘર પાસે રમતો હતો ત્યારે અચાનક ચારેક કુતરાઓ તેની ઉપર તુટી પડ્યા હતા. તેને કુતરાં નજીકની ખાડીમાં ધસડી જતા હતા. દરમિયાન એક મહિલાનું ધ્યાન જતાે બુમાબુમ કર્યા બાદ લોકો દોડી ગયા હતા. લોકોએ યમાનને કુતરાઓના ચુંગાલમાંથી છોડાવ્યો હતો.

સારવાર લઇ રહેલો ઇજાગ્રસ્ત બાળક

વિસ્તારમાં 500 કૂતરાઓનો ત્રાસ છે
મારો પુત્ર ઘર પાસે રમતો હતો ત્યારે કુતરાઓએ તેની ઉપર હુમલો કરી દીધો હતો. સામે એપાર્ટમેન્ટમાં રહેતી મહિલાનું ધ્યાન ગયા બાદ તેણે બુમાબુમ કરતા લોકો દોડી આવી તેનેે બચાવી લીધો હતો. 35 જગ્યાએ બચકા ભર્યા હોવાથી સારવાર માટે સ્મીમેર હોસ્પિટલ લઈ આવ્યા છીએ. તેને હડક્વા વિરોધી રસી આપી છે. અમારા વિસ્તારમાં 500 રખડતા કુતરાંને કારણે બાળકોને બહાર રમવું પણ મુશ્કેલ થઈ ગયું છે. મુહમ્મદ અખ્તર હુસેન અન્સારી, બાળકના પિતા

અન્ય સમાચારો પણ છે...