તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Surat
  • ઉધના રેલવે સ્ટેશન પર એલિવેટેડ PRS કાઉન્ટર શરૂ કરાયું

ઉધના રેલવે સ્ટેશન પર એલિવેટેડ PRS કાઉન્ટર શરૂ કરાયું

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સુરત ઃ ઉધના રેલવે સ્ટેશનની કાયાપલટ શરુ થઇ ચુકી છે. એલીવેટેડ પીઆરએસ કાઉન્ટર અને વેટીંગ એરિયા સહીતના નિર્માણ કાર્ય શરુ કરી દેવામાં આવ્યા છે.અંદાજિત 2 વર્ષમાં ઉધના રેલવે સ્ટેશનની કાયાપલટ થઇ જશે. ગતવર્ષે મુંબઈ મંડળ દ્વારા ઉધના રેલવે સ્ટેશનના પુનર્વિકાસ માટે યોજના તૈયાર કર્યા બાદ વર્કઓર્ડર પણ આપી દેવામાં આવ્યા હતા. ઉધના રેલવે સ્ટેશનના પ્લેટફોર્મ નંબર 1 પર સ્ટેશન અધિક્ષકની ઓફિસની બાજુમાં યોજના મુજબ નવી ઇમારત બનાવવાનું શરુ કરી દેવામાં આવ્યું છે. આ ઇમારતમાં 2 માળ બનાવવામાં આવશે ગ્રાઉન્ડ ફ્લોર પર આધુનિક સર્ક્યુલેટિંગ એરિયા ,વીઆઈપી રૂમ અને લેડીઝ વેટીંગ રૂમ તેમજ ઉપરના માળે એલીવેટેડ પીઆરએસ કાઉન્ટર, કોમર્શિયલ સ્ટાફ લોબી અને ફૂડ પ્લાઝા બનાવવામાં આવશે.

ફૂટ ઓવર બ્રિજને ટૂંક સમયમાં ખુલ્લો મુકાશે
સુરત રેલવે સ્ટેશનના ડાયરેક્ટર સીઆર ગરુડાના જણાવ્યા મુજબ જાન્યુઆરી 2019 સુધીમાં જીએમ દ્વારા વાર્ષિક નિરીક્ષણ કરવામાં આવશે હાલ ઝડપભેર કામ કરવામાં આવી રહ્યું છે જેથી ઇન્સ્પેક્શન દરમિયાન આ સુવિધાઓનું ઉદ્ઘાટન કરી શકાય. જોકે ઉધના રેલવે સ્ટેશન પર ફૂટ ઓવર બ્રિજ પણ બનીને તૈયાર છે, જેને ટૂંક જ સમયમાં મુસાફરો માટે ખુલ્લો મુકાશે. ઉધના રેલવે સ્ટેશન પર 4 અને 5મું પ્લેટફોર્મ બનાવાશે. જેનો પ્રોજેક્ટ સેન્ક્શન થઇ ચુક્યો છે. અંદાજિત બે મહિનામાં પ્લેટફોર્મ નિર્માણનું કામ પણ શરુ કરાશે.

અન્ય સમાચારો પણ છે...