તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

એસટીના સંગઠનોએ શરૂ કરેલું આંદોલન સમેટાયું

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ટ્રાન્સપોર્ટેશન રિપોર્ટર|સુરત

એસટી કર્મચારી યુનિયનોએ સરકાર સામે શરુ કરેલું આંદોલન સમેટી લેવામાં આવ્યું છે.ગુજરાત સ્ટેટ ટ્રાન્સપોર્ટ વર્કર્સ ફેડરેશન ,ગુજરાત રાજ્ય એસટી કર્મચારી મહામંડળ અને ગુજરાત એસટી મજદૂર મહાસંઘ દ્વારા એક સંયુક્ત યાદીમાં જણાવવામાં આવ્યું છે કે સાતમા પગારપંચ સહિતની વિવિધ માંગણીઓને લઈ સુરત સહીત રાજ્યભરના એસટી કર્મચારીઓ આંદોલને ચડ્યા હતા.

વિવિધ કાર્યક્રમો કરી સરકાર સુધી પોતાની માંગણી પહોંચાડવાની કોશિશ કરી હતી સરકાર તરફથી હકારાત્મક પ્રતિસાદ મળતા યુનિયનોએ પોતાનું આંદોલન પાછું ખેંચી લીધું છે અને આગામી કાર્યક્રમો મોકૂફ રાખ્યા છે.

અન્ય સમાચારો પણ છે...