• Gujarati News
  • Local
  • Gujarat
  • Surat
  • રોટરી કલબ ઓફ સુરત ઈસ્ટના ડિસ્ટ્રિક્ટ ગવર્નરની વિઝીટ યોજાઈ

રોટરી કલબ ઓફ સુરત ઈસ્ટના ડિસ્ટ્રિક્ટ ગવર્નરની વિઝીટ યોજાઈ

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સિટી રિપોર્ટર citybhaskarsurat@gmail.com

રોટરી કલબ ઓફ સુરત ઈસ્ટ દ્વારા ડિસ્ટ્રિક્ટ ગવર્નરની ઓફિશિયલ કલબ વિઝીટનું આયોજન કરવામાં આવેલ હતું, જે પ્રસંગે રોટરી ડિસ્ટ્રિક્ટ 3060ના ગવર્નર પિંકીબેન પટેલે રોટરી કલબ ઓફ સુરત ઈસ્ટની ઓફિશિયલ કલબ વિઝીટ કરી હતી અને વિવિધ પ્રવૃતિઓની માહિતી મેળવી હતી. રોટરી કલબ સુરત ઈસ્ટ દ્વારા સંચાલિત અને મનહરભાઈ સાસપરાના માર્ગદર્શન અને આર્થિક સહયોગથી નિર્મિત મનમંદિર સ્ટ્રેસ નિવારણ કેન્દ્રનું ડિસ્ટ્રિક્ટ ગવર્નરના હસ્તે શુભ ઉદઘાટન કરવામાં આવ્યું હતું. જેમાં માનસિક તનાવ હેઠળના વ્યકિતઓને શહેરના વિવિધ બાબતોના નિષ્ણાતો દ્વારા વિવિધ થેરાપીઓની મદદથી તદ્દન વિનામુલ્યે કાઉન્સેલિંગ કરી તણાવમુક્ત થઈ હકારાત્મક અભિગમ થકી જિંદગી તરફ આગળ વધે તેવા પ્રયત્નો કરવામાં આવશે. રોટરી કલબ ઓફ સુરત ઈસ્ટ દ્વારા ડિસ્ટ્રિક્ટ ગવર્નર પિંકીબેન પટેલની ઉપસ્થિતિમાં ઉતરાણ પ્રાથમિક શાળાના બાળકોને 3080 નોટબુકનું પણ વિનામૂલ્યે વિતરણ કરાયું. આ નોટબુક વિતરણના કાર્યક્રમનું આયોજન પબ્લિક ઇમેજ ચેર સંજય ચોવટિયા દ્વારા કરવામાં આવેલ હતું. રોટરી કલબ ઓફ સુરત ઈસ્ટની પ્રવૃતિઓથી ડિસ્ટ્રિક્ટ ગવર્નર ખૂબ જ પ્રભાવિત થયા હતા અને રોટરીના મેમ્બરોની પ્રવૃત્તિઓને ખૂબ જ બિરદાવી હતી. આ સમગ્ર કાર્યક્રમનું આયોજન પ્રેસિડેન્ટ મિહિર ઠક્કર અને સેક્રેટરી શૈલેષ વઘાસિયા દ્વારા કરવામાં આવેલ હતું.

અન્ય સમાચારો પણ છે...