તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Surat
  • સ્કેટમાં નિખાર જૈન ગ્રુપે ચાર બેઠક પર બાજી મારી, ચિંતન GS બન્યો

સ્કેટમાં નિખાર જૈન ગ્રુપે ચાર બેઠક પર બાજી મારી, ચિંતન GS બન્યો

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સાર્વજનિક કોલેજ ઓફ એન્જિનિયરિંગ એન્ડ ટેકનોલોજી-સ્કેટમાં નિખાર જૈન ગ્રુપે જનરલ સેક્રેટરી, કલ્ચરલ સક્રેટરી, સ્પોર્ટ્સ સ્કેટરી અને લેડિઝ રિપ્રેઝન્ટેટિવ એમ ચારેય બેઠક પર બિનહરીફ રહી છે.

ચિંતન શાહ જનરલ સેક્રેટરી, પાર્થ ડોંડા ક્લ્ચરલ સેક્રેટરી, અપૂર્વ ટેલર સ્પોર્ટ્સ સેક્રેટરી અને સ્કારલેટ નોરોનહા લેડિસ રિપ્રેઝન્ટેટિવ બિનહરીફ રીતે બન્યા છે. આ વખતના ઇલેક્શનમાં નિખાર જૈન, હેત દેસાઇ અને સંદિપ રૂદ્ર ગ્રુપ કાર્યરત હતું.

જીએસ માટે નિખાર જૈનમાંથી ચિંતન શાહ, હેત દેસાઇ ગ્રુપમાંથી મહેશ વાધાણી અને સંદીપ રૂદ્ર ગ્રુપમાં તે પોતે જ ઊભો રહ્યો હતો. જો કે, નિખાર જૈન ગ્રુપે હેત દેસાઇ અને સંદીપ રૂદ્ર ગ્રુપ સાથે સમાધાન કરતા બન્નેએ ગ્રુપના સભ્યએ ફોર્મ પરત ખેંચી લીધા હતા.

બંને ગ્રુપે એબીવીપીને દાદ ન આપતા વિરોધ
નિખાર જૈન અને હેત દેસાઇ કહે છે કે, અમે કોઇ પણ પાર્ટી કે વિદ્યાર્થી પાંખ સાથે જોડાયેલા નથી. અમારે એબીવીપી કે એનએસયુઆઇ કોલેજમાં આવી દખલગીરી કરે તે અમને પસંદ નથી. અમારા અલગ અલગ ગ્રુપ છે પણ અમે એક સાથે જ છે. તેમને જે વિરોધ કરવો હોય કરે અમે કોઇ પરવાહ નથી. એબીવીપીના શહેર મંત્રી ભૂષણ વાનખેડે જણાવ્યું હતું કે આ ઇલેક્શન નિતી નિયમ પ્રમાણે થયું જ નથી, જેથી અમે તેનો વિરોધ કરીયે છે. ત્યારે એવી ચર્ચા છે કે, આ વખતે ઇલેક્શનમાં બન્ને ગ્રુપે એબીવીપીને એન્ટર જ થવા દીધું નથી.

અન્ય સમાચારો પણ છે...