તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Surat
  • સીએ ફાઇનલની પરીક્ષામાં ઓપન બુક એક્ઝામ લેવાશે

સીએ ફાઇનલની પરીક્ષામાં ઓપન બુક એક્ઝામ લેવાશે

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ચાર્ટ્ડ એકાઉન્ટન્ટની ફાઇલ પરીક્ષામાં વિદ્યાર્થીઓ સવાલના જવાબ નોટ, બુક સહિતના સ્ટડી મટિરિયલમાંથી જોઇને લખી શકશે. કારણ કે, આઇસીએઆઇએ સીએ ફાઇનલની પરીક્ષામાં ઓપન બુક સિસ્ટમ દાખલ કરી દીધી છે.

આઇસીએઆઇ એટલે કે ધ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ચાર્ટ્ડ એકાઉન્ટન્ટ ઓફ ઇન્ડિયાએ મે-2018ની સીએ ફાઇનલના નવા સિલેબસના પેપર- 6માં ઇલેક્ટિવ વિષયોની શરૂઆત કરવામાં આવી છે. જેમાં ઓપન બુક એક્ઝામ સિસ્ટમ દાખલ કરવામાં આવી છે. જેને પગલે વિદ્યાર્થીઓ પરીક્ષા ખંડમાં બુક, નોટ્સ સહિતની સ્ટડી મટિરિયલ લઈ જઈ શકશે. આટલું જ નહીં, તેઓ પરીક્ષામાં પુછાલેયા સવાલના જવાબ તેમાંથી જોઇને લખી શકશે. આમ કરવા પાછળ આઇસીએઆઇ વિદ્યાર્થીઓની કેપેબિલિટીનું એનાલિસિસ કરી રહી છે. તે સાથે સાથે વિદ્યાર્થીઓને પ્રેઝન્ટેશન સ્કીલ માપવામાં આવશે. જેથી વિદ્યાર્થીઓની ખરી કસોટી થશે.

મોબાઇલ, આઇપેડ સહિતના ઇલેક્ટ્રોનિક્સ ગેઝેટ્સ પર પરીક્ષા ખંડમાં પ્રતિબંધ
આઇસીએઆઇએ એવું સ્પષ્ટ કહ્યું છે કે, વિદ્યાર્થીઓ આઇપેડ કે પછી મોબાઇલ સહિતના ઇલેક્ટ્રોનિક્સ ગેઝેટ્સ લઈ જઈ શકશે નહીં. વિદ્યાર્થીઓ પરીક્ષાખંડમાં બુક, નોટ્સ સહિતના સ્ટડી મટિરિયલ એક બીજાને આપી કે લઈ શકશે નહીં. આ સિસ્ટમ નવેમ્બર અને તે બાદની પરીક્ષાઓમાં લાગુ પડશે.

અન્ય સમાચારો પણ છે...