તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Surat
  • Surat પાલિકાએ ઢોર છોડાવી જવાનો કેસ નોંધાવ્યો, જેમને માર માર્યો તેમની પાસે તો ઢોર જ નથી

પાલિકાએ ઢોર છોડાવી જવાનો કેસ નોંધાવ્યો, જેમને માર માર્યો તેમની પાસે તો ઢોર જ નથી

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વરાછાના ટાંકલી ફળિયામાં શુક્રવારે મોડી રાત્રે એસએમસીના અધિકારીઓ અને કર્મચારીઓ પર તેમજ એસઆરપીની ટુકડી પર પથ્થરમારો કર્યો, સામે પક્ષે પોલીસે પણ લાઠીચાર્જ કર્યો એ ઘટનામાં એસએમસીના અધિકારીએ વરાછા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે. સામાપક્ષે ટાંકલી ફળિયાના લોકો તરફથી અરજી કરવામાં આવી હતી જેમાં પોલીસે ફરિયાદ દાખલ કરી ન હતી. આ ઘટનામાં બે મહિલા સહિત છને ઇજા થઈ છે. એક ગાય ભાગી તેમાં એક બાળક પડી ગયું, જેના કારણે મામલો બિચક્યો હતો અને મામલો પથ્થરમારાથી લઈ લાઠીચાર્જ સુધી પહોંચ્યો હતો.

પાલિકામાં સનેટરી ઇન્સ્પેક્ટર તરીકે ફરજ બજાવતા ગિરીશભાઈ ઝવેરભાઈ પટેલે નોંધાવેલી ફરિયાદ મુજબ તા. 5-10-18ના રાત્રે સવા આઠ વાગ્યાથી પોણા નવ વાગ્યા સુધીના સમયગાળામાં તે તેમની ટીમ સાથે ટાંકલી ફળિયામાં ઢોર પકડવાની કામગીરી કરી રહ્યા હતા તે વખતે એક ગાય પકડાઈ ગઈ હતી, જેને છોડાવવા માટે ઉદરસની વાડીમાં તબેલાવાળો ભૈયો અને હર્ષદ ગામીત સહિત 150થી 200 માણસના ટોળાએ પથ્થરમારો કર્યો હતો, જેમાં એસએમસીના કર્મચારી અભિષેક બારોટને અને એસઆરપીના જવાન રમેશ ગામીતને ઇજા થઈ હતી. સરકારી વાહનોમાં તોડફોડ કરી રૂ. 50 હજારનું નુકસાન કર્યું હતું. પોલીસની પ્રાથમિક તપાસમાં બહાર આવેલી હકીકત મુજબ આ ટીમ જ્યારે ઢોરને પકડવાની કામગીરી કરી રહી હતી તે વખતે એક ગાય પકડાઈ ગઈ હતી. જ્યારે બીજી ગાય ભાગી હતી. એ ગાય ભાગી તેમાં ટાંકલી ફળિયાનું એક બાળક પડી ગયું હતું, જેના કારણે લોકો ઉશ્કેરાયાઅને પથ્થરમારો કર્યો હતો.

 અગ્રેસર
શનિવારે ભાસ્કરમાં પ્રકાશિત અહેવાલ.

ઈજાગ્રસ્તોએ વ્યથા ઠાલવી : જમતા હતા ત્યારે ઘરમાં ઘૂસીને એસઆરપીએ માર માર્યો હતો
ટાંકલી ફળિયામાં શુક્રવારે મોડી રાત્રે ઢોર પકડવા ગયેલા એસએમસીની ઢોરપાર્ટીએ એસઆરપીની ટીમ સાથે પહેલા મહિલાઓ પર લાકડીઓ વરસાવ્યા બાદ મજૂર આદિવાસીઓના ઘરમાં ઘૂસીને તોડફોડ કરીને ઢોરમાર માર્યો હતો.

ભાવના ગામીત: ધાગા કટિંગ કરે છે. સાચવીને ઢોર પકડવાનું કહેતાં ઢોરમાર માર્યો હતો. અમારી પાસે એક પણ ઢોર નથી.

મુકેશ રાઠોડ: લેટ મશીન ચલાવે છે. જમતા હતા ત્યારે SRPએ ઘરમાં ઘૂસીને માર માર્યો હતો.

અજય વર્મા: કેબલ ખેંચવાનું કામ કરે છે. તે 000હતો. તેને પણ માર માર્યો હતો.

ગૌરી ગામીત: એમ્બ્રોઇડરીના કારખાનામાં કામ કરે છે. ઘરકામ કરી રહ્યા હતા અને અચાનક જ પોલીસ આવીને તૂટી પડી.

મયૂર ગામીત: ઘર પાસે ટીકડા-બિસ્કિટની નાની દુકાન છે. મને પણ પોલીસ મારી ગઇ.

િવષ્ણુ પટેલ: તે મજૂરીકામ કરે છે. આમ જેમને માર પડ્યો તેમાં કોઈના પણ ઢોર નથી.

અન્ય સમાચારો પણ છે...