તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

What\'s trending this Garba?

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ન વરાત્રિ આવી રહી છે અને બધા જ આ નવરાત્રિ માટે પોતાના યુનિક અને કલરફુલ આઉટફિટ્સથી ગરબા એન્જોય કરવા અને ગરબાનો ગ્રેસ કેવી રીતે વધે એનાં પર ધ્યાન આપી રહ્યા છે. હાલનાં ડિઝાઇનર્સ માત્ર ગરબા જ નહીં, ત્યારબાદ પણ પહેરી શકાય એવા આઉટફીટ પર ફોકસ કરી રહ્યા છે જે તમને નવરાત્રિ સાથે અન્ય આયોજનો પર પણ ગ્રેસફુલ લુક આપે.

accessories
જ્વેલરી સાથે ટ્રેન્ડિ કમ ટ્રેડિશનલ લુક જોઇએ
આ છે નવરાત્રીના ટ્રેન્ડિંગ ઘાઘરા ચોળી.!
આટલા વર્ષો પછી પણ ઘાઘરાનું કોઇ પરફેક્ટ રીપ્લેસ્મેન્ટ નથી,જ્યારે પણ પહેરો એવરગ્રીન જ લાગે
તન્વિ સોરઠીયા

ઘાઘરા ગ્રેસફુલ લુક આપે છે
જાનકી પટેલ, ડિઝાઈનર

લહેંગા ગમે તેટલા ઓલ્ડ ફેશન થઇ જાય પણ એ એવરગ્રીન અને ગ્રેસફુલ લુક આપે છે. પહેલી વખત રમવા જતી છોકરીઓ પણ લહેંગો કેરી કરે તો એમનો ગરબા રમવાનો કોન્ફિડન્સ અને ગ્રેસ આપમેળે જ આવી જાય છે. મિરર વર્ક અને ગામઠી સ્લિવ્ઝનાં કારણે ટ્રેડિશન ઘાઘરા-ચોળની બ્યુટી અને ગ્રેસ સુરતી ખેલૈયા માટે આજે પણ એટલા જ મહત્વનાં છે.

કલર કોમ્બિનેશન બહુ જ સમજી વિચારીને પસંદ કરવું
નવરાત્રિમાં જેટલા વધારે કલર્સ યુઝ કરવામાં આવે એટલો રમવાનો ગ્રેસ વધે છે પણ કલર કોમ્બિનેશન બહુ જ સમજી વિચારીને કરવુ પડે છે જેમાં એવરગ્રીન કલર છે ગ્રીન, રેડ અને બ્લુ જેને એક યુનિક ટચ આપવા માટે ન્યુડ કલરનું બ્લાઉઝ ડિઝાઇન કર્યુ છે જેનાથી એક કલરફુલ પણ ડિસન્ટ લુક કેરી કરી શકાય અને ગ્રેસફુલ પણ લાગે જેની સાથે ઓક્સિડાઇઝ જ્વેલરીથી ટ્રેડિશનલ ટચ મળે છે.

આજનાં સમયમાં હેવી અને બલ્કી જ્વેલરીનો ટ્રેન્ડ ઓછો થઇ ગયો છે. ખેલૈયાને વજનદાર નહીં પણ લાઇટ વેઇટ, આરામદાયક અને મિનિમલ જ્વેલરી સાથે ટ્રેન્ડિ કમ ટ્રેડિશનલ લુક જોઇએ છે માટે કોટન થ્રેડ સાથે લાઇટ વેઇટ કોઇન, પર્લસ, પોમ-પોમ્સ અને મિરર વર્ક ડિઝાઇનથી સુરતીઓ માટે લાઇટ વેઇટ જ્વેલરી ડિઝાઇન કરવામાં આવે છે.

રીતુ કુન્દ્રા, ડિઝાઈનર

પુજા ભંડારી, ડિઝાઈનર

યંગસ્ટર્સને

રીચ અને

ક્લાસી

આઉટફીટ પસંદ છે
આજ યંગસ્ટર્સને રીચ અને ક્લાસી આઉટફીટ પહેરવામાં વધારે રસ છે. જે ઇવેન્ટ પછી પણ કેરી કરી શકાય. જેમાં કલરફુલ ચેક્સ ડિઝાઇન આપવામાં આવી છે જેને નવરાત્રી સાથે કેઝ્યુઅલ પાર્ટીમાં પણ પહેરી શકાશે. સાથે ડિઝાઇનર બ્લાઉઝ હોવાથી તમને ટ્રેન્ડિ અને કૂલ લુક પણ આપે છે. ચેક્સ ઘાઘરા સાથે બોર્ડ વાળા પ્લેન દુપટ્ટાથી લુક એન્હાન્સ થાય છે અને ચોળીની ઉપર મિરર વર્ક વાળા પેચથી પ્લેન ચોળી પણ એટ્રેક્ટિવ લાગે છે અને રમવામાં પણ કમ્ફર્ટેબલ રહે છે.

અન્ય સમાચારો પણ છે...