તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

સલાબતપુરાની મહિલાઓ શ્રાદ્ધના ભજન ગાય છે

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સલાબતપુરા સિદ્ધિશેરીમાં રહેતી 13 જેટલી વરિષ્ઠ મહિલાઓ શ્રાદ્ધના ભજન ગાવા જાય છે. સલાબતપુરા સિદ્ધિ શેરી ભજન મંડળ નામથી ઓળખાતું તેમનું આ મંડળની બહેનોએ શ્રાદ્ધના ભજનોનો સંગ્રહ એકત્રિત કર્યો છે. તેમાં નરસિંહ મહેતા પિતાનું શ્રાદ્ધ કરે છે તે પ્રસંગો પણ વણી લેવાયા છે.

શહેરના કોટ વિસ્તારમાં આજે પણ સુરતની પ્રાચીન પરંપરાઓની ઝલક જોવા મળે છે. આવી જ એક પરંપરામાં શ્રાદ્ધના ભજનો ગાતા મંડળની છે. આ અંગે સિદ્ધિ શેરી ભજન મંડળના જ્યોત્સનાબેન જરીવાળાએ કહ્યું કે, સલાબતપુરાની સિદ્ધિ શેરીની વરિષ્ઠ મહિલાઓને ભજન ગાવાનો શોખ બાળપણથી મળ્યો હતો. મંડળની મહિલાઓ શેરીમાં આવેલા ધુલેશ્વર મહાદેવ મંદિરમાં રોજ સવારે રુદ્રીના પાઠ કરવા જઈએ છીએ. તેની સાથે દર અગિયારસે કોઈપણ જગ્યાએ ભજન ગાવાનો પ્રોગ્રામ હોય જ છે. આ દરમિયાન નરસિંહ મહેતાના ચરિત્રમાં પિતાના શ્રાદ્ધનો પ્રસંગ આવે છે. તે જોઈ શ્રાદ્ધના બીજા ભજનો એકત્ર કર્યા. તે જોઈને કેટલાક જાતે પણ લખ્યા. આ રીતે શ્રાદ્ધના ભજનો એકત્રિત થતાં શ્રાદ્ધ પક્ષમાં કોઈને કોઈ ઘરે ગાવા જવાનો પ્રોગ્રામ હોય જ છે. તેનો સમય સાંજે 5થી રાતે 8 સુધીનો હોય છે. એજ રીતે શ્રીમંત હોય કે મોસાળું કોઈના ઘરે અને ભજન ગાવા બોલાવે તો પણ જઈએ. તહેવારોમાં ગણેશોત્સવમાં મંડપોમાં, જન્માષ્ટમીએ મંદિરોમાં અને શ્રાવણ મહિનામાં મંદિરોમાં ભજનો ગાવા જઈએ છીએ. મારી સાથે કોકીલાબેન ફિજીવાળા, દમયંતીબેન, પદ્મીનીબેન અને બીજી બહેનો દરેક સમયે સાથે જ હોય છે. શ્રાદ્ધના ભજનની ચોપડી પણ હવે તો મળતી બંધ થઈ ગઈ છે. મંડળની તમામ બહેનો 55થી લઈને 65 વર્ષની ઉંમર સુધીની છે. કેટલીક જગ્યાએ અવસાન થાય તો બેસણાં પણ ભજન ગાવા બોલાવે છે. તો કેટલીક જગ્યાએ તેરમાના દિવસે ભજન ગાવા બોલાવે છે.

મંડળની બહેનોએ શ્રાદ્ધના ભજનોનો સંગ્રહ એકત્રિત કર્યો છે.

અન્ય સમાચારો પણ છે...