તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Surat
  • Surat નવરાત્રિ વેકેશનથી દિવાળી વેકેશને વતન જતાં રત્નકલાકારો અટવાશે

નવરાત્રિ વેકેશનથી દિવાળી વેકેશને વતન જતાં રત્નકલાકારો અટવાશે

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
નવરાત્રિ વેકેશનથી દિવાળી વેકેશને વતન જતાં રત્નકલાકારો અટવાશે તેવો સુર વ્યકત કરાયો છે. ડાયમંડ એસોસિએશનના પ્રમુખ બાબુ ગુજરાતીના જ્ણાવ્યાનુસાર, રત્ન કલાકારોનું દિવાળી વેકેશન ટુંકાર જશે તે વાતને લઇને ડાયમંડ જગતમાં નારાજગી નું વાતાવરણ છે. વર્ષે એકવાર વતન જતાં હોઇ અને તેમાંય ઓછા દિવસનું વેકેશન મળે તો તે વાતના કારણે રત્નકલાકારોવતી સુરત ડાયમંડ એસો. સોમવારે ગાંધીનગર જઇ મુખ્યમંત્રી અને શિક્ષણમંત્રીને નવરાત્રિ દરમ્યાન શાળા-કોલેજો એક થી બે કલાક મોડું શરૂ કરવાની રજૂઆત કરી નવરાત્રિની રજાઓ રદ્દ કરવા સહિત દિવાળી વેકેશન 21 દિવસનું રાખવાની માંગ કરાશે. ડાયમંડ એસો.ના પ્રમુખે જ્ણાવ્યું છે કે, ડાયમંડની મજૂરી કામ કરતાં ઉદ્યોગકારો પાસેથી 5 ટકા લેખે ટેક્સ વસૂલાત કરવામાં આવે છે. જેના કારણે ધંધાની કમર ભાંગી ગઇ છે. જેમાં પણ રાહતની માંગણી કરાશે. ડોલર ઇફેક્ટના કારણે ડાયમંડ ઇન્ડસ્ટ્રીમાં છેલ્લાં બે માસથી મંદી સમાન વાતાવરણ ચાલી રહ્યું છે. જેની સામે એસો.ના હોદ્દેદારોના જ્ણાવ્યાનુસાર, દર વર્ષે ડાયમંડમાં તેજી-મંદી હોઇ છે. જોકે હાલ તહેવારના કારણે હમણાં કારીગરોને વહેલા બોલાવી દિવાળી પહેલાં કામ પૂરુ કરવાની હોડ ચાલી રહી છે. તકલીફ સ્ટોક ઓછો રાખનારને છે. બાકી અઠવાડિયામાં બે થી ત્રણ દિવસની રજાની વાત ખોટી છે.

અન્ય સમાચારો પણ છે...