તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Surat
  • સક્સેસ સ્ટોરી સાંભળી શહેરના આન્ત્રપ્રિન્યોર્સે મોટિવેશન મેળવ્યુ

સક્સેસ સ્ટોરી સાંભળી શહેરના આન્ત્રપ્રિન્યોર્સે મોટિવેશન મેળવ્યુ

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સુરતના ઉદ્યોગ સાહસિકોના સર્વાંગી વિકાસ સાથે જ દેશમાં રોજગારીની તકો ઉભી કરવા અને નવા ઉદ્યોગ સાહસિકોને પ્લેટફોર્મ પૂરું પાડવાના ઉદેશ્ય સાથે શહેરના ઉદ્યોગ સાહસિકોએ એક વર્લ્ડવાઈડ આંત્રપ્રિન્યોરએ પોતાના પહેલા ચેપ્ટર આગાજનું લૉન્ચિંગ કર્યું હતું. જેમાં શહેરના વિવિધ ક્ષેત્રે જોડાયેલા ઉદ્યોગ સાહસિકોએ હાજરી આપી હતી.

બિઝનેસ પૈસાથી નહીં સાહસથી થાય છે
જાણીતા શિક્ષણવિદ દીપક રાજગુરુ ખાસએ જણાવ્યુ હતું કે ‘દરેક વ્યક્તિની પોતાની એક ટેગ લાઈન હોવી જોઈએ સાથે જ રાષ્ટ્રના વિકાસ ને હમેશા કેન્દ્રમાં રાખવું જોઈએ કારણ કે રાષ્ટ્રનો વિકાસ થશે તો પોતાનો વિકાસ પણ આપો આપ થશે. ક્યારે પણ સફળતાથી છકી ના જઉં જોઈએ. જયારે વ્યક્તિ પોતાની પ્રશંસા પોતાના મુખે કરતો થાય ત્યારે સમજવું કે તેના પડતીના દિવસો શરુ થઇ ગયા છે અને જયારે કોઈ અન્ય વ્યક્તિ આપની પ્રશંશા કરે ત્યારે સમજવું કે પોતાનું ઉદય થાય છે.

એક બીજાના નેટવર્ક થકી બધાને ફાયદો થશે
વીના સ્થાપક રાજેશ માહેશ્વરીએ જણાવ્યું હતું કે ‘આજે ઉદ્યોગ સાહસિકોની જરૂર છે ત્યારે આંત્રપ્રિન્યોર્સનું ગ્રુપ જો એક મંચ પર આવીને કામ કરે તો એક બીજાના નેટવર્ક થકી બધાને ફાયદો થશે. ખાસ કરીને નવા ઉદ્યમીઓને પ્લેફોર્મ મળવાથી નવા ઉદ્યોગો સ્થપાશે અને રોજગારીની તકો પણ ઉભી થશે. પરિણામે ભારતના વિકાસને પણ નવી દિશા મળી શકશે ત્યારે સુરતના ઉદ્યોગ સાહસિકોએ પણ આજ ઉદેશ્ય સાથે ચેપ્ટર લોંચ કરવામાં આવ્યુ હતું, જેમાં નેટવર્કિંગને પ્રાયોરિટી આપવામાં આવે છે.

અન્ય સમાચારો પણ છે...