પ્રેગ્નન્સી 101 ક્લબે ચિત્ર બનાવી આપ્યા મેસેજ

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સુરતની પ્રેગ્નેન્સી 101 ક્લબ દ્વારા શનિવારે એક પોસ્ટર મેકિંગ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં પ્રેગ્નેન્ટ મહિલાઓએ બ્રેસ્ટ ફીડીંગ પર પોસ્ટર અને મેસેજ દ્વારા અવેરનેસ આવે એ માટે કલા બતાવી હતી. આ પોસ્ટર મેકિંગમાં 18 મહિલાઓ જોડાઇ હતી. ઓગસ્ટનું ફર્સ્ટ વીક સમગ્ર વિશ્વમાં બ્રેસ્ટ ફીડિંગ વીક તરીકે ઉજવવામાં આવે છે જે અંતર્ગત કાર્યક્રમ યોજાયો હતો.

સંદેશો આપવા માટે ચિત્ર શ્રેષ્ઠ માધ્યમ
પ્રેગનેન્ટ મહિલાઓએ બ્રેસ્ટ ફીડિંગ અવેરનેસ માટે વિવિધ પોસ્ટર બનાવ્યા હતા જેમાં નવજાત બાળકો માટે બ્રેસ્ટ ફીડિંગ કેટલું મહત્વનું છે તેની માહિતી અપાઇ હતી. બોટલ કરતાં બેટર ફીડિંગ, લવ ઇન એવરી ડ્રોપ, પીસ,લવ અને બ્રેસ્ટ ફીડિંગ, બ્રેસ્ટ ફીડિંગ ઇઝ નેચર ગિફ્ટ, બ્રેસ્ટ ફીડિંગ ઇઝ લિક્વિડ લવ ફોર માય બેબી જેવા અવનવા બ્રેસ્ટ ફીડિંગના અવેરનેસ માટેના પોસ્ટર મહિલાઓએ પોતે જ બનાવીને જાગૃતિ ફેલાવી હતી.

પ્રેગનેન્ટ લેડીમાં જાગૃતિ જરૂરી
તુષિતા રાઠોડ, યોગ ટ્રેનર

 ઓગસ્ટનું પહેલુ વીક બ્રેસ્ટ ફીડિંગને પ્રમોટ કરવા માટે ઉજવવામાં આવે છે ત્યારે આ બાબતે અવેરનેસ આવે તે ખુબ જ જરૂરી છે. અમારી પાસે આવતી પ્રેગનેન્ટ લેડી યોગની સાથે પોતાના આવનારા બાળકને બ્રેસ્ટ ફીડિંગ કરાવી તંદુરસ્ત રાખે તે માટે ફાયદાઓ જણાવીએ છીએ.

ઝીલબેન

પોસ્ટરથી ઇમોશન દર્શાવ્યા
મિતાલી દેસાઇ, પ્રેગનન્ટ લેડી

 દરેક માતાએ પોતાના બાળકોને 8-9 અથવા એક વર્ષ સુધી પણ પોતાના બાળકોને બ્રેસ્ટ ફીડિંગ કરાવી શકે છે જેનાથી બાળકોની ઇમ્યુનિટી પણ વધશે. નવજાત માટે માતાનું ધાવણ અમૃત સમાન જ છે અને પોસ્ટર દ્વારા અમે અમારા ઇમોશન જણાવ્યા હતા. જે મહિલાઓ પોતાના બાળકોને બ્રેસ્ટ ફીડિંગ કરાવે છે .

શિવાનીબેન

અન્ય સમાચારો પણ છે...