• Gujarati News
  • Local
  • Gujarat
  • Surat
  • પવનના કારણે ઝાડ પડ્યુ, બાઇકચાલક પર પડતા ઇજાગ્રસ્ત

પવનના કારણે ઝાડ પડ્યુ, બાઇકચાલક પર પડતા ઇજાગ્રસ્ત

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક
આજરોજ રાત્રે કતારગામમાં પવનના કારણે ઝાડ પડતા એક બાઇક સવારને ઇજા થઇ છે. બાઇક સવાર પસાર થતો હતો ત્યારેજ ઝાડ પડતા તેને માથામાં ઇજા થઇ હતી. ઇજાગ્રસ્તને સારવાર માટે હોસ્પિટલમાં લઇ જવાયો છે.

કતારગામમાં આંબા તલાવડી પાસે સહયોગ સોસાયટીમાં રહેતા ભુપેન્દ્રભાઇ ઘનશામભાઇ મોરડિયા(ઉ.વ.આશરે 30) આજે રાત્રે બાઇક લઇને લલીતા ચોકડી થઇને આંબા તલાવડી તરફ જઇ રહ્યા હતા. ત્યારે લલીતા ચોકડી પાસે રાત્રે આશરે 9 વાગે એક ઝાડ પવનના કારણે પડ્યું હતું. ઝાડ ભુપેન્દ્રભાઇ પરજ પડતા તેઓ નીચે પડ્યા હતા. ભુપેન્દ્રભાઇને માથાના ભાગે ઇજા થઇ હતી. રાહદારી વસંતભાઇએ ફાયર બ્રીગેડને જાણ કરી હતી. ફાયરનો સ્ટાફ ઘટના સ્થળે પહોંચે તે પહેલા સ્થાનિક લોકો ભુપેન્દ્રભાઇને હોસ્પિટલમાં લઇ ગયા હતા.

અન્ય સમાચારો પણ છે...