• Gujarati News
  • Local
  • Gujarat
  • Surat
  • 2 દલિત સગીરા, 1 યુવતી પર સામૂહિક દુષ્કર્મ, SP દોડ્યા

2 દલિત સગીરા, 1 યુવતી પર સામૂહિક દુષ્કર્મ, SP દોડ્યા

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભાવનગરમાંતળાજા નજીકના શોભાવડ ગામે દલિત પરિવારની એક સગીરા અને બે યુવતી પર દોઢ વર્ષ પૂર્વે ચાર યુવકોએ દુષ્કર્મ આચરી મારી નાખવાની ધમકી આપી હોવાની ફરિયાદ નોંધાઈ છે. બીજી તરફ ઘટનાની જાણ થતાં ભાવનગર એસપી દીપાંકર ત્રિવેદી પણ શોભાવડ દોડી ગયા હતા અને ચાર પૈકી એકની ધરપકડ કરી હતી.

શોભાવડના દલિત પદાધિકારીની સગીર પુત્રી કેટલાક સમયથી ગુમસુમ રહેતી હોવાથી તેની માતાએ તેને અંગેનું કારણ પૂછતાં તે ધ્રુસકે ને ધ્રુસકે રડવા લાગી હતી અને દોઢ વર્ષ પહેલાં ગામના યુવકોએ દુષ્કર્મ આચર્યું હોવાની કેફિયત વર્ણવી હતી. તેણે બીજી એક બહેન અને અન્ય યુવતી સાથે પણ દુષ્કર્મ આચરાયું હોવાનંુ કહ્યું હતું.

પુત્રીની વાત સાંભળી ચોંકી ઊઠેલી તેની માતાએ તરત તળાજા પોલીસમથકે સંપર્ક સાધી સમગ્ર ઘટનાની જાણ કરી હતી. તળાજા પોલીસના જણાવ્યાનુસાર, દોઢ વર્ષ પૂર્વે ધોરણ 10માં ભણતી સગીરાને ગામના યુવકોએ ફોસલાવી જુદાં જુદાં સ્થળો અને જુદા જુદા સમયે તેની પર દુષ્કર્મ આચર્યું હતું. ઉપરાંત તેની સગી બહેન તથા અન્ય એક પિતરાઈને પણ ચારેય યુવકોએ શિકાર બનાવી હતી.

સગીરાની બંને બહેનો સુરત હોવાથી માતાએ તેમને ભાવનગર બોલાવી પૂછપરછ કરતા દુષ્કર્મ આચરવામાં આવ્યું હોવાની ફરિયાદ કરી હતી. તળાજા પોલીસમથકના પીએસઆઈ એસ.જી. ખાંભલાએ ફરિયાદ નોંધી શોભાવડ ગામના ભરવાડ મેહુલ ચોહલા, અશ્વિન ચોહલા, કુંભાર જયદીપ વાઘેલા અને કોળી વિપુલ જાદવ સામે આઇપીસી કલમ 376, 506/2 અને 114 મુજબ ગુનો નોંધવા માટે તજવીજ હાથ ધરી છે. ઘટનાની જાણ થતાં દલિત સમાજ તથા રાજકીય નેતાઓએ રોષ પ્રગટ કર્યો છે.

^ ત્રણેય કન્યા સાથે જઘન્ય કૃત્ય આચરવામાં આવ્યું છે. અંગે સ્થાનિક અધિકારીઓ અને ગાંધીનગર ખાતે મંત્રીઓ સમક્ષ પણ રજૂઆત કરી છે. તેમને ન્યાય મળે તેવી અમારી માગણી છે. > મોહનબોરિચા, પ્રદેશમંત્રી, ભાજપ અનુસૂચિત જાતિ મોરચા

જઘન્ય કૃત્ય છે, કન્યાઓને ન્યાય મળે તે જરૂરી

^શોભાવડ ગામે ત્રણ દલિત કન્યા પર દુષ્કર્મ થયંુ હોવાની ફરિયાદ મળી છે. અંગે પોલીસે હાલમાં એક આરોપીની અટક કરી છે અને દુષ્કર્મ આચરનારા સામે કડકમાં દાખલારૂપ પગલા લેવામાં આવશે. > દીપાંકરત્રિવેદી, એસપી,ભાવનગર

એકની ધરપકડ, દાખલારૂપ પગલાં લેવાશે

જઘન્ય કૃત્ય | ભાવનગરના તળાજાની ગુમસુમ રહેતી સગીરાને પૂછતાં રડતી આંખે માતાને હકીકત જણાવી

અન્ય સમાચારો પણ છે...