IT વિભાગનો ટાર્ગેટ એક હજાર કરોડ વધી ગયો

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક
આવકવેરાવિભાગનો નાણાંકીય વર્ષ 2015-16નો લક્ષ્યાંક આવી ગયો છે. દિલ્હી ખાતે મળેલી સેન્ટ્રલ બોર્ડ ઓફ ડાયરેક્ટ ટેક્સિસ અને દેશભરના ચીફ કમિશનરોની મિટિંગમાં દરેકને ટાર્ગેટ ફાળવી આપવામાં આવ્યો હતો. સુરતનો ટાર્ગેટ રૂપિયા 4900 કરોડ નક્કી કરવામાં આવ્યો હતો. ગત વર્ષની સરખામણીમાં ટાર્ગેટમાં સીધો એક હજાર કરોડનો વધારો કરવામાં આવ્યો છે. બિલ્ડરોના પ્રોજેક્ટના જ્યાં કોઇ લેવાલ નથી ત્યાં ટાર્ગેટ પુરો થશે કે કેમ અંગે અત્યારથી શંકા-કુશંકા વહેતી થઈ છે. રિઅલ એસ્ટેટ સિવાયના કયા સેગમેન્ટ પર આઈટીની નજર રહેશે પણ ઉદ્યોગકારો માટે ટેન્શનનું કારણ બની રહેશે. ગત નાણાકીય વર્ષમાં આવકવેરા વિભાગનો ટાર્ગેટ રૂપિયા 4000 કરોડ હતો. જ્યારે ચાલુ નાણાંકીય વર્ષ માટે રૂપિયા 4900 કરોડનો લક્ષ્યાંક નિર્ધારિત કરાયો છે.

છેલ્લા 5 વર્ષનો ITનો ટાર્ગેટ, સફળતા

ગત વર્ષેસર્ચ અને સરવેના આધારે અધિકારીઓએ રૂપિયા 300 કરોડ જેટલું કાળુ નાણું શોધી કાઢયુ હતુ. જેમાં બિલ્ડરો, ડાયમંડ અને ટેક્સટાઇલ સેકટરનો સમાવેશ થાય છે. આ‌વકવેરા વિભાગમાં હવે આંતરિક બદલીઓ થશે. એસેસમેન્ટમાં કરેલી ધારદાર કામગીરીના લીધે કેટલાંક આઇટીઓને ઇન્વેસ્ટિગેશન વિંગમાં જગ્યા મળી છે. જેમાં રોય અબ્રાહમ, ધામે, બોકાડેનો સમાવેશ થાય છે. જાણીતી રેન્જમાં જવા અન્ય અધિકારીઓ તલપાપડ છે.

રૂપિયા 300 કરોડ શોધાયા હતા

કેન્દ્ર સરકારને ડાયમંડ, ટેક્સટાઇલ અને રિયલ એસ્ટેટમાં ધમધમતા સુરતમાં આવક માટે ઘણી શકયતાઓ દેખાઈ

2014-15

2013-14

2012-13

2011-12

2010-11

આંકડા કરોડમાં

4000

3500

3000

2500

2000

1500

1000

500

0

4000

4000

3800

3793

3208

3265

2682

2295

1986

2125

કરોડ

4900

વર્ષનો ટાર્ગેટ

એચિવ

ટાર્ગેટ

એકસાઇઝ

વિભાગ બંધ કરવો પડે તેવી સ્થિતિ, ટાર્ગેટ 110 કરોડ

આવકનાઅભાવેસુરત સેક્ટરમાં એકસાઇઝ વિભાગ બંધ કરી દેવો પડે એવી સ્થિતિ છે ત્યાં તેનો ટાર્ગેટ રૂપિયા 110 કરોડ નક્કી કરાયો હતો. નોંધનીય છે કે અગાઉ એકસાઇઝનો ટાર્ગેટ હજાર કરોડ સુધી રહેતો હતો. હવે ટાર્ગેટ એચિવ કરવો પણ મુશ્કેલ છે.

સર્વિસ ટેક્સ

ટાર્ગેટમાં વધારો કરી 689 કરોડ કરાયો

સર્વિસટેક્સનોપણ ટાર્ગેટ જાહેર કરાયો હતો. નાણાંકીય વર્ષ 2015-16 માટે સર્વિસ ટેક્સ-1નો રૂપિયા 590 કરોડનો ટાર્ગેટ નક્કી કરાયો હતો. જ્યારે સુરત-2 સર્વિસ ટેક્સનો રૂપિયા 90 કરોડ નિર્ધારિત થયો હતો. અગાઉ સર્વિસ ટેક્સનો ટાર્ગેટ 580 કરોડ હતો.

ટીડીએસ

આઇટી અને TDSનો ટાર્ગેટ જૂદો કરાશે

અત્યારસુધીઇન્કમટેક્સ અને TDSનો ટાર્ગેટ એક સાથે ગણાતો હતો. 4900 કરોડમાં TDSનો ટાર્ગેટ 2500 કરોડ છે તો રેગ્યુલર ટેક્સનો ટાર્ગેટ 2400 કરોડ છે. ગત વખતે TDSનો ટાર્ગેટ 2000 કરોડ હતો. TDSના ચીફ કમિશનરની પોસ્ટિંગ થતાં હવે કામગીરી અલગ થશે.

અન્ય સમાચારો પણ છે...