તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Surat
  • બાઇક અથડાયા બાદ બે યુવાનોને જાહેરમાં ફટકાર્યા

બાઇક અથડાયા બાદ બે યુવાનોને જાહેરમાં ફટકાર્યા

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સચિનમાંબાઇક લઇને પસાર થતી વખતે નાની વાતને લઇને બે બાઇક સવારો વચ્ચે માથાકૂટ થતાં વાત ઝઘડામાં પરિણમી હતી. જેને પગલે મારામારી થઇ હતી. મામલો પોલીસ સ્ટેશનમાં પહોંચતા પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

સચિન સ્લમ બોર્ડ વિસ્તારમાંથી બાઈક લઈને પસાર થતા દીપુ માતાબદન ત્રિવેદી (ઉ.વ.21, રહે: સાંઈનાથ સોસાયટી. સૂડા) અને તેનો મિત્ર વસીમ તા. 9મીએ રાત્રે સાડા અગિયાર વાગ્યે પસાર થઈ રહ્યા હતા ત્યારે અનિલ મરાઠીની બાઇક સાથે અકસ્માત થયો હતો. જેના કારણે અનિલ મરાઠી અને તેના મિત્રએદીપુ ત્રિવેદી પર ચપ્પુ વડે હુમલો કર્યો હતો જ્યારે તેના મિત્રને તમાચા ચોડી દીધા હતા.

અન્ય સમાચારો પણ છે...