તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

મોટા વરાછામાં આધેડને લૂંટનારા 2 રીઢા ઝડપાયા

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
મોટાવરાછામાં એક આધેડ મોર્નિંગ વોકમાં નીકળ્યા તેમને માર મારી તેમની પાસેથી રૂ. 50 હજારની કિંમતની સોનાની ચેઈન લૂંટી લેનારા બે રીઢા ગુનેગારોને અમરોલી પોલીસે પકડી પાડ્યા છે.

અમરોલી પોલીસ પાસેથી મળતી માહિતી અનુુસાર ગત તા. 23મીએ સવારે પાંચથી વાગ્યાના સમયગાળામાં મોટા વરાછા ગાર્ડનમાંથી મોર્નિંગ વોક કરી ઘર તરફ પરત ફરી રહેલા રમેશભાઈ વશરામભાઈ રામાણી (ઉ.વ.54, રહે: શિવાંજલિ હાઇટ્સ, અબ્રામારોડ)ને ગાર્ડન પાસે અટકાવી એક બાઈક પર આવેલા બે અજાણ્યા યુવાનોએ ગળામાંથી સોનાની ચેઈન લૂંટવાની કોશિશ કરી હતી. જેનો રમેશભાઈએ પ્રતિકાર કર્યો હતો. જેથી બન્ને યુવાનોએ રમેશભાઈને માર મારી રૂ. 50 હજારની કિંમતની સોનાની ચેઈન લૂંટી લીધી હતી.

પણ, કિસ્સામાં બન્યું એવું કે રમેશભાઈએ પ્રતિકાર કરતા બાઈક પડી ગયું હતું જે બાઈક મૂકી બન્ને નાસી ગયા હતા. જેને પકડી પાડવા અમરોલી પોઈ કે.આઈ. મોદી અને તેમની ટીમ કામે લાગી હતી. જેમાં સફળતા મળી. પોલીસે બે રીઢા ગુનેગાર રત્નેશકુમાર ઉર્ફે સોનુ રાજેશકુમાર (ઉ.વ.31) અને ભરત ઉર્ફે સોનુ પ્રકાશ મુંદવાણી (ઉ.વ.21, બન્ને રહે: ડિંડોલી)ને પકડી પાડ્યા હતા. પકડાયેલાઓમાંથી રત્નેશ અગાઉ ઉત્તરપ્રદેશમાં બેંક લૂંટ સહિતના ત્રણ ગુનામાં પકડાઈ ચૂક્યો છે. જ્યારે ભરત હત્યાનો આરોપી છે. જે જામીન પર છૂટ્યો હતો અને લૂંટના ગુનામાં પકડાયો હતો.

ગુનામાં જે બાઈકનો ઉપયોગ કરાયો હતો તે બાઇક રત્નેશના મોટા ભાઈના નામે નોંધાયેલું છે. જે વલસાડ રહે છે. મોટા ભાઈનું બાઈક લાવી રત્નેશે તેને ગુનાના કામમાં વાપર્યું હતું. વધુ તપાસ પોસઈ વી.બી. વસાવા કરી રહ્યા છે.અને ગુનાઓની પણ જાણકારી મેળવાઇ રહી છે.

રૂપિયા 50 હજારની કિંમતની ચેઇન લૂંટી

મોર્નિંગ વોકમાં નીકળ્યા હતા ત્યારે માર મારીને ચેઇન લૂંટી લીધી હતી

અન્ય સમાચારો પણ છે...