તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Surat
  • Surat ‘સમાજમાં બનતી ઘટનાઓ શિક્ષણની ખામીઓ દર્શાવે છે’

‘સમાજમાં બનતી ઘટનાઓ શિક્ષણની ખામીઓ દર્શાવે છે’

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
રિલિજિયન રિપોર્ટર.સુરત | લંબેહનુમાન રોડ પર આવેલા ત્રિકમનગર જૈન સંઘમાં પંન્યાસ પદ્મદર્શનવિજય મહારાજની નિશ્રામાં રવિવારે પ્રભુમિલન મહોત્સવ ઉજવાશે. સંગીતના સૂરોના સથવારે આયોજિત આ મહોત્સવમાં યુવાપેઢીને પરમાત્મા પ્રાપ્તિ અને પ્રભુના જીવનચરિત્રના પ્રસંગો સમજાવાશે. આ સાથે શનિવારે યોજાયેલા સમારોહમાં યુવાનોને શિક્ષકનું મહત્વ સમજાવ્યું હતું.

આજે પદ્મદર્શનજીની નિશ્રામાં સંઘમાં પ્રભુ મિલન કાર્યક્રમ
ત્રિકમનગર જૈન સંઘમાં પંન્યાસ પદ્મદર્શનવિજય મહારાજની નિશ્રામાં શનિવારે શિક્ષણ અને શિક્ષકો પર યુવાનોને બોધ અપાયો હતો. આ પ્રસંગે પંન્યાસ પદ્મદર્શનવિજય મહારાજે યુવાનોને કહ્યું કે પ્રાચીન સમયમાં શિક્ષણ થકી જ ભક્તોને પરમાત્માની પ્રાપ્તિ થઈ છે.

જો પ્રભુ ઋષભદેવ કે પ્રભુ વીરને યોગ્ય જ્ઞાન જ ન મળ્યું હોત તો કૈવલજ્ઞાનની પ્રાપ્તિ નહીં થાત. જે શિક્ષણ અને શિક્ષકનો તમે અનાદર કરો છો તે જ તમને પરમાત્મા સુધી પહોંચાડી શકે છે. આજે સમાજમાં બનતી ઘટનાઓ શિક્ષણની ખામીઓ દર્શાવે છે. જે દેશમાં સ્ત્રી દાક્ષિણ્ય ચરમસીમા પર હતું, તે દેશમાં છાશવારે સ્ત્રીઓ અસલામતી અનુભવી રહી છે. યુવાનો માતા-પિતાની અવગણના કરી રહ્યાં છે. આ ભારતની શિક્ષણ પદ્ધતિ નથી. વાવાઝોડાથી જે હોનારતો નથી સર્જાઈ તે શિક્ષણની ખામીને કારણે સર્જાઈ રહી છે.

આજની પેઢીને ધર્મ આધારિત શિક્ષણ આપવું ખુબ જરૂરી છે, પરંતુ તેમાં પણ કેટલાક રાજનીતી રમી રહ્યાં છે. શીલ, સદાચાર અને નીતીમત્તાને નેવે મુકાઈ રહ્યાં છે. સમારોહમાં રવિવારે પ્રભુમિલનના મહોત્સવની ઉજવણીનું એલાન કરાયું હતું.

શનિવારે યુવાનોને બોધ આપ્યો

અન્ય સમાચારો પણ છે...