• Gujarati News
  • Local
  • Gujarat
  • Surat
  • પોલીસે દમણના બુટલેગરોના રૂ. 503 કરોડના વેપલાના પુરાવા આપતાં ઇડીએ 70 કરોડની મિલકત ટાંચમાં લીધી

પોલીસે દમણના બુટલેગરોના રૂ. 503 કરોડના વેપલાના પુરાવા આપતાં ઇડીએ 70 કરોડની મિલકત ટાંચમાં લીધી

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પોલીસે પ્રમોદ ટંડેલના 13 બેંક ખાતાની તપાસ કરી હતી. જેમાં દારૂના કાળા કારોબારનો પર્દાફાશ થયો. આશરે 503 કરોડથી વધુના દારૂના કારોબારની વિગતો પોલીસે મેળવી ઇડીને સુપરત કરી ત્યાર બાદ ઇડીએ ગુનો નોંધી તપાસ આગળ ધપાવી હતી. જેમાં પોલીસે આપેલા તમામ પુરાવા કામે લાગ્યા હતા ગેરકાયદે આવકમાંથી ખરીદેલી સંપત્તિ ટાંચમાં લેવા સુધી ઈડીની ટીમ ટૂંકા સમયગાળામાં પહોંચી ગઈ હતી. પ્રમોદ ટંડેલ સામે ગાળિયો ફીટ કર્યો પૂર્વે સુરત રેન્જ પોલીસે દમણના લિકર માફિયા રમેશ માઇકલના કાળા કારોબારનો પર્દાફાશ કર્યો હતો. તેમાં પણ પોલીસે પુરતા પુરાવા એકત્ર કર્યા હતા અને ઈડીને સુપરત કર્યા હતા. રમેશ માઇકલના 11 બેંક એકાઉન્ટની વિગતો પોલીસે મેળવી લીધી હતી.

સુરત રેન્જ પોલીસે આટલી ઊંડાણપૂર્વક અને ઝીણવટભરી વિગતો એકત્ર કરી કરોડોનો કાળોકારોબાર શોધી કાઢ્યો તેની પાછળનું કોનું માર્ગદર્શન કામે લાગ્યુંω જાણવા દિવ્ય ભાસ્કરે પ્રયાસ કર્યો તો જાણવા મળ્યું કે હાલમાં સુરત રેન્જના આઈજીપી તરીકે ફરજ બજાવતા ડૉ. શમશેરસિંગ 1999થી 2002 સુધી ડીઆરઆઈમાં ફરજ બજાવી ચૂક્યા છે. તે વખતે નેપાળ ડિવિઝનમાં ડેપ્યુટી ડાયરેક્ટર તરીકે તેમણે કરેલી કામગીરીનો અનુભવ કિસ્સામાં કામ લાગ્યો હતો.

ઓલપાડ પાસેથી પોલીસે રમેશ માઇકલનો દારૂ પકડી પાડ્યો તેની તપાસ કરી તો ખ્યાલ આવ્યો કે દારૂનો ઓર્ડર તેમજ નાણાંનો હિસાબ વોટ્સએપ પર કરવામાં આવ્યો હતો. રમેશ માઇકલનો ભાણેજ સનત પટેલ અને સુરતના બુટલેગરો ફિરઝો ફ્રૂટ અને તેના ભાઈ સલીમ ફ્રૂટ સાથે વોટ્સએપ પર વ્યવહાર કરતો હતો. જે તમામ વ્યવહારો પોલીસે પકડી પાડ્યા હતા. અને ત્યાર બાદ ફોરેન્સિક સાયન્સ લેબોરેટરીમાં મોકલ્યા હતા. જ્યાંથી ખરાઈ થઈને આવ્યા અને પોલીસ પાસે એક મજબૂત પુરાવો હાથ લાગ્યો, જેના આધારે ઈડીએ કાર્યવાહી હાથ ધરી છે.

ત્રણ વર્ષના પુરાવા એકત્ર કરાયા હતા

^અમે 3 વર્ષના પુરાવા એકત્ર કરી ઈડીને આપ્યા હતા. ઇડીએ તપાસ દરમિયાન સાત વર્ષના પુરાવા એકત્ર કર્યા છે. > શમશેરસિંગ,રેન્જઆઈજીપી, સુરત

દારૂનો ઓર્ડર વોટ્સએપ પર અપાતો હતો

ભેદી ચાલ| લિકર માફિયા પ્રમોદ ટંડેલ, રમેશ પટેલને વોટ્સએપ પર અન્ય બુટલેગરો સાથે મેસેજ કરવાનું ભારે પડ્યું

અન્ય સમાચારો પણ છે...