• Gujarati News
  • Local
  • Gujarat
  • Surat
  • સુડા 2035 મેપના વિરોધમાં જી. પં. પ્રમુખને આવેદનપત્ર

સુડા-2035 મેપના વિરોધમાં જી. પં. પ્રમુખને આવેદનપત્ર

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સુરતશહેરી વિકાસ સત્તા મંડળ(સુડા) દ્વારા જાહેર કરાયેલા ખેડૂત વિરોધી વિકાસ નકશા 2035ના વિરુદ્ધમાં સુરત ખેડૂત સમાજ દ્વારા જિલ્લા પંચાયત પ્રમુખને આવેદનપત્ર આપી રજૂઆત કરવામાં આવી હતી. તેમજ જિલ્લા પંચાયત કચેરી નીચે પ્રદર્શન શરૂ કરી વિરોધ કર્યો હતો.

જિલ્લા પંચાયતમાં આજે સામાન્ય સભા અને બજેટ હોવાથી ખેડૂતો દ્વારા તે શરૂ થાય તે પહેલાં વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. ખેડૂત સમાજ પ્રમુખ જયેશ પટેલ (પાલ), ઓલપાડ તાલુકા ખેડૂત સમાજ પ્રમુખ રમેશભાઈ પટેલ, કામરેજ સુગર ડિરેક્ટર જયસુખભાઈ પટેલ સહિત મોટી સંખ્યામાં ખેડૂતો સાથે સુરત જિલ્લા પંચાયત પ્રમુખને આવેદનપત્ર આપ્યુ હતું. સાથે જિલ્લા પંચાયત સભ્યોને પણ આવેદનપત્ર આપી રજૂઆત કરવામાં આવી હતી. સામાન્યસભા શરૂ થાય તે પહેલાં ખેડૂતોએ જિલ્લા પંચાયત કચેરી નીચે પ્રદર્શન શરૂ કરી દીધું હતું. કચેરીના પટાંગણમાં પ્રમુખને આવેદનપત્ર આપ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...