• Gujarati News
  • Local
  • Gujarat
  • Surat
  • BRTSની બસમાં ચાલુ બસે યુવતીની છેડતી કરનારો પકડાયો

BRTSની બસમાં ચાલુ બસે યુવતીની છેડતી કરનારો પકડાયો

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સુરત રેલવે સ્ટેશનથી એક યુવતી બીઆરટીએસ બસમાં બેસી કાપોદ્રા જવા રવાના થઈ તે બસમાં તેમની બાજુમાં એક યુવાન બેસી ગયો હતો. જેણે પગમાં પગ અડાડી ચેનચાળા શરૂ કર્યા હતા. યુવતી કાપોદ્રા બીઆરટીએસ બસ સ્ટેન્ડ પર ઊતરી તો આ યુવાન અર્જુન હમીર સોસા (રહે: બીલીમોરા, જિ. નવસારી) પણ ત્યાં ઊતરી ગયો હતો અને યુવતીની પાછળ પાછળ ચાલી હેરાન કરતો હતો. જેને લોકોએ પકડી પાડી કાપોદ્રા પોલીસને સોંપ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...