• Gujarati News
  • Local
  • Gujarat
  • Surat
  • ફી વધારા માટે 25 શાળાની દરખાસ્ત, 30 શાળાએ એફિડેવિટ કરી

ફી વધારા માટે 25 શાળાની દરખાસ્ત, 30 શાળાએ એફિડેવિટ કરી

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ફી નિયમન કમિટી સમક્ષ એફિડેવિટ અને દરખાસ્ત કરવાનો બુધવારે અંતિમ દિવસ હતો ત્યારે ફી વધારા માટે 25 શાળાએ દરખાસ્ત અને 30 શાળાએ ફી નિયમન કમિટી એફિડેવિટ કરી હોવાનું જાણવા મળે છે. જોકે, સુપ્રીમ કોર્ટે 1 ફેબ્રુઆરી સુધી શાળા સામે કોઇ એક્શન લઇ શકાશે નહીં એવો હુકમ કરતાં આગામી દિવસોમાં પણ દરખાસ્ત અને એફિડેવિટ લેવાની કામગીરી ચાલુ રહેશે.

હાઇકોર્ટના ચુકાદા બાદ ગુજરાત સરકારે 17 જાન્યુઆરી સુધીમાં કોર્ટમાં ગયેલી શાળાઓને ફી નિયમન કમિટી સમક્ષ એફિડેવિટ અને દરખાસ્ત કરવા અલ્ટિમેટમ આપ્યું હતું. જેથી બુધવારે છેલ્લા દિવસે દરખાસ્ત અને એફિડેવિટ કરવા શાળાઓએ પડાપડી કરી હતી. હાઇકોર્ટના હુકમ બાદ 17 જાન્યુઆરી સુધીમાં 25થી વધુ શાળાએ ફી વધારા માટે દરખાસ્ત અને 30 શાળાએ ફી નિયમન કમિટી સમક્ષ એફિડેવિટ કરી હોવાનું જાણવા મળ્યું છે. 17 જાન્યુઆરી અરજી કરવાનો અંતિમ દિવસ હતો. જોકે, સુપ્રીમ કોર્ટે 1 ફેબ્રુઆરીએ થનાર સુનાવણી સુધી ગુજરાત સરકારને શાળાઓ સામે કોઇપણ કાર્યવાહી નહીં કરવા આદેશ કર્યો છે. જેથી આગામી દિવસોમાં પણ કોર્ટમાં જનાર શાળાઓ કમિટી સમક્ષ એફિડેવિટ કે દરખાસ્ત કરી શકશે. જોકે, હજુ પણ કેટલીય શાળા હાઇકોર્ટે આપેલા નિર્ણયને બતાવીને ફી ઉઘરાવી રહ્યા હોવાની પણ શિક્ષણ વર્તુળમાં ચર્ચા થઇ રહી છે.

અન્ય સમાચારો પણ છે...