• Gujarati News
  • Local
  • Gujarat
  • Surat
  • જૈન મુનિ શાંતિસાગર બળાત્કાર પ્રકરણ | કેસ નીચલી કોર્ટમાંથી સેશન્સમાં કમિટ થયો

જૈન મુનિ શાંતિસાગર બળાત્કાર પ્રકરણ | કેસ નીચલી કોર્ટમાંથી સેશન્સમાં કમિટ થયો

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ચટાઇ, પીડિતાનાં કપડા, મોબાઇલ અને સીસીટીવી ફૂટેજ મહત્ત્વના પુરાવા
લીગલ/ક્રાઇમ રિપોર્ટર.સુરત | વડોદરાની 19 વર્ષની વિદ્યાર્થિની પર બળાત્કાર કરનારા આરોપી શાંતિસાગર સાગર સામેનો કેસ બુધવારના રોજ નીચલી કોર્ટથી સેશન્સ કોર્ટ કમિટ થયો હતો. ચાર્જશીટ મુજબ શાંતિસાગરે પીડિતા સાથે સંબંધ બાંધ્યો હોવાની પુષ્ટિ થાય છે પરંતુ ઘટના પછી 13 દિવસ વીતી જતા વીર્યના પુરાવા મળી શક્યા ન હતા. આ ઉપરાંત શાંતિસાગર સંબંધ બાંધવા માટે સક્ષમ હોવાનો પણ સુરત સિવિલ હોસ્પિટલના મેડિકલ રીપોર્ટમાં સ્પષ્ટ ઉલ્લેખ છે. ચાર્જશીટ પછી હવે કેસ કાર્યવાહીનો પ્રારંભ થશે, જેમાં ચાર્જફ્રેમનો પણ સમાવેશ થાય છે. દરમિયાન અઠવા પોલીસે કોર્ટમાં કરેલી ચાર્જશીટની ઝીણામાં ઝીણી વિગતો ‘ દિવ્ય ભાસ્કરે ’ મેળવી છે. પોલીસે તૈયાર કરેલો કેસ- મજબૂત પુરાવા, ચાર પંચનામાં, 33 સાક્ષી, તબીબી અભિપ્રાય અને એફએસએલ-ફોરેન્સિક રિપોર્ટ પર આધાર રાખે છે.

મહત્ત્વના પુરાવા, 4 પંચનામાં, 33 સાક્ષી, તબીબી અભિપ્રાય અને ફોરેન્સિક રિપોર્ટ પર કેસનો આધાર
પોલીસે 90માં દિવસમાં ચાર્જશીટ કોર્ટમાં રજૂ કરી છે.ચાર્જશીટમાં સૌથી મહત્ત્વનો પુરાવો છે સિવિલનો મેડિકલ રીપોર્ટ. આ રીપોર્ટ સ્પષ્ટ કહે છે કે શાંતિસાગર શારીરિક સંબંધ બાંધવા સંપૂર્ણ રીતે સક્ષમ છે અને પીડિતા સાથે સંબંધ બાંધ્યો છે. જોકે, ઘટના પછી 13 દિવસ વીતી જવાને કારણે વીર્યના પુરાવા મળી શક્યા નથી. સિવિલના તબીબ સમક્ષ ખુદ શાંતિસાગરે પણ કબૂલ્યું હતું કે સંબંધ બાંધ્યો હતો.

13મી ઓકટોબરના રોજ ફરિયાદ નોંધાયા બાદ બીજા દિવસે 14મી ઓકટોબરના રોજ પોલીસે જૈન ઉપાશ્રયની બાજુમાં આવેલા રૂમ સહિત 4 પંચનામા કર્યા હતા, જેમાં તપાસ દરમિયાન પોલીસે પાંચ જેટલાં મહત્વનાં પુરાવા એકત્રિત કર્યા હતા.

હાલ 90 દિવસમાં ચાર્જશીટ કરવાના નિયમના કારણે પોલીસે એફએસએલ સિવાયના અન્ય પુરાવા સાથે ચાર્જશીટ રજૂ કરી દીધું છે. પછીથી પૂરક ચાર્જશીટ રજૂ થઇ શકે છે. શાંતિસાગરને જામીન મેળવવાનો માર્ગ મોકળો ન થઈ જાય, એ વાતને ધ્યાને લઈ, સમયસર ચાર્જશીટ રજૂ કરી દેવાયું છે.

તપાસનીશ અધિકારી અઠવા લાઇન્સ પોલીસ મથકના પોઈ કે.કે. ઝાલાએ કહ્યું હતું કે શાંતિસાગરે યુવતીના નગ્ન ફોટા વોટ્સએપ મારફતે મગાવ્યા તે, શાંતિસાગરે યુવતી સાથે મોબાઈલ ફોનમાં વાત કરી તેની વિગતો ઉપરાંત શાંતિસાગરના વીર્યના નમૂના લઈ એફએસએલમાં મોકલ્યા છે. જેનો રિપોર્ટ આવ્યા બાદ કોર્ટમાં રજૂ કરાશે.

આરોપી વિરુદ્ધ મળેલા નક્કર પુરાવા

ખુદ શાંતિસાગરે પણ સંબંધ બાંધ્યો હોવાની કબૂલાત કરી, મેડિકલ રિપોર્ટમાં પણ પુષ્ટિ
પુરાવો 1 | રંગબેરંગી ચટાઇ
ગુનાની જગ્યાએથી કબજે કરવામાં આવેલી રંગબેરંગી ચટાઈનો સમાવેશ થાય છે, હાલ ચટાઇ સિલબંધ છે.

પુરાવો 2 | સફેદ મોબાઇલ.. આરોપી શાંતિસાગર પાસેથી કબજે કરાયેલો સફેદ કલરનો મોબાઇલ કે જે આરોપી પાસેથી પોલીસ સ્ટેશનમાં લવાયા બાદ કબજે કરવામાં આવ્યો હતો.

પુરાવો 3 | પીડિતાના કપડાં... પીડિતાના કપડાં કે જેમાં ટોપ, સ્કર્ટ વગેરેનો છે. હાલ તે પણ ફાલસાવાડી ખાતેની એફ.એસ.એલ. ઓફિસ પર પૃથ્થકરણ માટે મોકલી આપવામાં આવ્યો છે.

પુરાવો 4 | ડીવીઆર.. દિગંબર જૈન મંદિર ખાતેથી પંચોની હાજરીમાં કબજે લેવાયેલું સીસીટીવીના ડી.વી.આર. તેને પણ હાલ ગાંધીનગર એફએસએલની કચેરીએ મોકલાયા છે.

પુરાવો 5 | આઇફોન.. પીડિતાના ભાઈ દ્વારા એક આઇફોન રજૂ કરાયો હતો તે પણ તપાસ માટે ગાંધીનગર એફ.એસ.એલ.કચેરીએ મોકલાયો છે.

અન્ય સમાચારો પણ છે...