• Gujarati News
  • Local
  • Gujarat
  • Surat
  • સીએ ફાઇનલમાં ટોપ 50માં સુરતનો ધ્રૂમીલ ગાંધી, 46મા નંબરે આવ્યો

સીએ ફાઇનલમાં ટોપ-50માં સુરતનો ધ્રૂમીલ ગાંધી, 46મા નંબરે આવ્યો

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ધી ઇન્સ્ટિટ્યૂટ ઓફ ચાર્ટર્ડ અકાઉન્ટન્ટ ઓફ ઇન્ડિયા દ્વારા બુધવારે સી.એ.ફાઇનલ અને સીપીટીનું પરિણામ જાહેર કરવામાં આવ્યું હતું. જેમાં શહેરના ધ્રૂમીલ ગાંધીએ ટોપ-50માં 46મો ક્રમ મેળવ્યો છે. જ્યારે સીપીટીમાં અરહમ પારેખે 200માંથી 185 સ્કોર પ્રાપ્ત કર્યો છે.

ધી ઇન્સ્ટિટ્યૂટ ઓફ ચાર્ટર્ડ અકાઉન્ટન્ટ ઓફ ઇન્ડિયા દ્વારા નવેમ્બર - 2017માં સી. એ. ફાઇનલની પરીક્ષા લેવાઇ હતી. જેમાં સુરત સહિત સમગ્ર દેશમાં એ ગ્રુપમાં કુલ 39,328માંથી 6,257 વિદ્યાર્થીઓ પાસ થયા છે. બી ગ્રુપમાં કુલ 39,753માંથી 6,006 વિદ્યાર્થીઓ પાસ થયા છે. જ્યારે બન્ને ગ્રુપમાં 30,054માંથી 6,841 વિદ્યાર્થીઓ પાસ થયા છે.

સુરતની વાત કરીએ તો, એ ગ્રુપમાં 226, બી ગ્રુપમાં 114 તેમજ બન્ને ગ્રુપમાં 114 વિદ્યાર્થીઓ પાસ થયા છે. સાથે-સાથે ડિસેમ્બર - 2017 સીપીટીની પરીક્ષા લેવાઇ હતી. જેનું પરિણામ પણ બુધવારે જાહેર કરાયું છે. આ પરીક્ષામાં સુરત સહિત સમગ્ર દેશમાં કુલ 63,035વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી. જેમાંથી માત્ર 23,966 વિદ્યાર્થીઓ પાસ થયા છે.

દેશભરમાં જાહેર થયેલા પરિણામને લઇને સુરતમાં સીએ તથા સીપીટીના ટોપર વિદ્યાર્થીઓમાં ખુશીનો માહોલ છવાયો છે.

શહેરના સીએ ફાઇનલના ટોપરો

નામ માર્કસ/800 ધ્રૂમીલ ગાંધી 483 (ઓલ ઇન્ડિયા રેકિંગ 46)

અભિષેક ચૌહાણ 477

પ્રિયાંક શાહ 475

તીર્થ શાહ 461

સુનીલ રાઠોડ 459

મનીષા ઠુમ્મર 458

શહેરના સીપીટીના ટોપરો

નામ માર્કસ/200

અરહમ પારેખ 185

આયુષી સુમાની 173

હિરલ ઘોઘારી 171

કરણ ભગત 169

રિદ્ધિ જૈન 168

લબ્ધી શાહ 168

અન્ય સમાચારો પણ છે...