• Gujarati News
  • Local
  • Gujarat
  • Surat
  • આંજણા ફાર્મના 4, મહાવીર માર્કેટના 1 વેપારીની 1.32 કરોડની છેતરપિંડી

આંજણા ફાર્મના 4, મહાવીર માર્કેટના 1 વેપારીની 1.32 કરોડની છેતરપિંડી

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ક્રાઈમ રિપોર્ટર | સુરત : ભાઠેના આંજણા ફાર્મમાં ચાર વેપારીઓએ એનટીએમ માર્કેટના વેપારી પાસેથી રૂ.55.40 લાખનો માલ લઈને નાણા ન આપ્યા તો મહાવીર માર્કેટના એક વેપારીએ 20 વીવર્સ પાસેથી રૂ.76.63 લાખનું ગ્રે કાપડ લઇ પેમેન્ટ ન આપ્યું. બન્ને કેસમાં પોલીસે ગુનો નોંધ્યો છે.

બન્ને કેસમાં માલ ખરીદીને રૂપિયા ન આપતાં ગુનો નોંધાયો
વેસુ શ્રૃંગાર રેસિડન્સીમાં રહેતા હિમાંશુ અશોક બંસલની રિંગરોડ એનટીએમ માર્કેટમાં દુકાન છે. તેમની પાસેથી ભાઠેના આંજણા ફાર્મના 4 વેપારીઓ, બે મહિનાની ક્રેડીટ પર, સાડીઓમાં વર્ક કરવા માટે બેંગ્લોરી ફેબ્રિકનો સામાન લઈ જતા હતા. ચારેય વેપારીઓએ રૂ.55.40 લાખની માલની રકમ ન આપી હાથ ઉંચા કરી દીધા હતા. જેને પગલે વેપારીએ ફરિયાદ આપતા પોલીસે ભાઠેના આંજણા ફાર્મના વેપારી દિનેશ ગોંડલીયા, શીવા પડસાલા, પ્રદિપ ગોંડલીયા અને લલીત સામે ગુનો નોંધ્યો છે. જયારે બીજા કેસમાં રિંગરોડની મહાવીર માર્કેટના વેપારી રાજુરામ કુમાવતે દલાલ ચેતન મારફતે વીવર્સ પાસેથી ગ્રે-કાપડનો માલ ક્રેડીટ પર લીધો હતો. વેપારીએ 50થી વધુ વીવર્સ પાસેથી માલ લીધો હતો, જે પૈકી હાલમાં પાંડેસરા અને ઉધના મળીને 20 વીવર્સેને વેપારીએ રૂ.76.63 લાખની રકમ ન આપતા સલાબતપુરા પોલીસમાં ફરિયાદ કરી હતી.

જેના આધારે પોલીસે વેપારી રામ કુમાવત અને દલાલ ચેતન સામે ગુનો નોંધ્યો છે. મહાવીર માર્કેટમાં વેપારી દુકાન બંધ કરી ફરાર થયો છે બન્ને આરોપી મૂળ રાજસ્થાન પાલીના છે.

અન્ય સમાચારો પણ છે...