વેપારીના ગળામાંથી 45 હજારની ચેઇન લૂંટાઈ

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
પરવટ પાટિયાથી અક્ષર ટાઉનશિપવાળા રસ્તે બુધવારે સવારે સવા આઠ વાગ્યે મોર્નિંગ વોકમાં નીકળેલા સાડીના વેપારી અમિત મહેન્દ્ર જૈન (ઉ.વ.34)ના ગળામાંથી બે તોલા સોનાની આશરે રૂ. 45 હજારની કિંમતની સોનાની ચેઈન લૂંટી ત્રણ અજાણ્યા ગુનેગારો પલાયન થઈ ગયા હતા. એક બાઇક પર આવેલા ત્રણેય ગુનેગારો સીસી કેમેરામાં કેદ થયા છે, પણ બાઇકના નંબર ન હોવાથી પોલીસની કામગીરી કપરી બની છે.

અન્ય સમાચારો પણ છે...