• Gujarati News
  • Local
  • Gujarat
  • Surat
  • બારડોલી પાસે ટ્રકચાલકને બંધક બનાવી કાપડની લૂંટ

બારડોલી પાસે ટ્રકચાલકને બંધક બનાવી કાપડની લૂંટ

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
બારડોલી | સુરતનાપુણા કુંભારિયા ખાતે પીએનઆર લોજીસ્ટિક ટ્રાન્સપોર્ટની બ્રાંચમાં ટ્રકચાલક રાકેશ આદલસિંગ નેતામ બુધવારે ટ્રકમાં સાડી અને ડ્રેસ મટિરિયલના 150 કાર્ટુન ભરીને રાયપુર જવા નીકળ્યા હતા. ક્લીનર અર્જુનસિંગ દુર્વે અને ટ્રાન્સપોર્ટની બ્રાંચના બીજા ટ્રકચાલક સાહિદખાન ઉર્ફે પપ્પુ જનાબ સફીકખાન હતાં. તેઓ કીકવાડ ગામેથી પસાર થતાં હતાં ત્યારે નંબર વગરની ટ્રક આવી આંતરી થોભાવી હતી. જેમાંથી ચાર ઈસમો લોખંડના પાઈપ લઈને ટ્રકના કાચમાં ફટકા માર્યા હતાં. ત્યારબાદ 3 ઈસમો ટ્રકમાં ઘૂસી ચાલક સહિત ત્રણેને માર માર્યો હતો અને ખિસ્સામાંથી 10 હજાર કાઢી લીધા હતાં. બાદમાં દોરી અને ટ્રકના સ્પીકરના વાયર તોડી હાથ પગો બાંધી દીધા હતાં અને ટ્રક વાંસકૂઈ ગામે લઈ જઈ 90થી 100 કાર્ટુન બીજી ટ્રકમાં ભરી રોકડા 10 હજારની લૂંટ ચલાવી લૂંટારુઓ ભાગી ગયા હતાં.

અન્ય સમાચારો પણ છે...