તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Surat
  • જૈનાચાર્ય મુક્તિદર્શન સૂરિજી મહારાજ કાળધર્મ પામતાં જૈનસમાજ ગમગીન

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

જૈનાચાર્ય મુક્તિદર્શન સૂરિજી મહારાજ કાળધર્મ પામતાં જૈનસમાજ ગમગીન

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
જૈનાચાર્ય મુક્તિદર્શન સૂરિશ્વરજી મહારાજે પોતાનું આખુ જીવન જૈનધર્મની પ્રભાવના માટે ખર્ચ કરી નાખ્યું હતું. 68 વર્ષની ઉંમરે પણ યુવાનોને શરમાવે તે તેવું તેમનું જીવન હતું. તેમનો જન્મ વડોદરામાં થયો હતો. પૂજ્યશ્રીએ પહેલા બીએસસી કેમિસ્ટ કર્યા બાદ એલએલબીમાં જોડાયા હતા જ્યાંથી તેમણે શિક્ષા અધૂરી મુકીને દીક્ષા અંગીકાર કરી લીધો હતો. તેમના દીક્ષાપર્યાય 45 વર્ષ થયા હતા. સાથે તેમણે યોગદૃષ્ટિના અજવાળા કરીને પુસ્તક લખ્યું હતું. જેનાથી તેઓ ઘણા વિખ્યાત થયા હતા. તેમણે તેમના જીવન દરમિયાન કોઇ મોટી પ્રતિષ્ઠા અથવા કાર્યક્રમને ઓછું મહત્વ આપીને આધ્યાત્મિક જીવન તરફ લોકોને વાળવા માટે ખુબ પ્રયાસો કર્યા હતા જેથી વિદેશમાં પણ ઘણા શ્રાવકો તેમના પ્રવચન સાંભળવા આવતાં. જીવદયા માટે તેઓ કાયમ પ્રયત્નશીલ રહેતા હતા. તેઓએ છેલ્લુ ચાતુર્માસ સુરતના ઉમરા જૈન સંઘ ખાતે પૂર્ણ કરીને તેઓ ઘણા સમયથી સુરતમાં વિહાર કરી રહ્યા હતા. વડાચૌટા,બાબુનિવાસની ગલી,લાલબંગલા જૈન સંઘ ખાતે તેઓ રોકાયા હતા ઉપરાંત તેઓનું આગામી ચાતુર્માસ પણ ઇશિતા પાર્ક જૈનસંઘ અડાજણ ખાતે યોજાવાનું હતું.

આજે પાલખીયાત્રા અને ચડાવા

પૂજ્યમુક્તિદર્શન સૂરિશ્વરજી મહારાજના છેલ્લા દર્શનાર્થે સરેલાવાડી જૈનસંઘ ખાતે હજારોની સંખ્યામાં શ્રાવક-શ્રાવિકાઓ ઉમટી પડ્યા હતા. આજે સવારે 8 કલાકે પાલખી અને અગ્નિસંસ્કારના ચડાવાઓ બોલાશે. પાલખીયાત્રામાં પણ હજારોની સંખ્યામાં લોકો ઉમટી પડશે.

પૂજ્ય મુક્તિદર્શન સૂરિશ્વરજી મહારાજ તેમના જીવદયાના કાર્યો માટે ઘણા જાણીતા હતા. જ્યાં પણ ચાતુર્માસ કરે ત્યાં તેઓ જીવદયા માટે માતબર રકમનું ફંડ કરાવતાં હતાં. તેઓનું છેલ્લું ચાતુર્માસ ઉમરા જૈન સંઘ ખાતે હતું જ્યાં તેમણે જીવદયા માટે રૂ.1.75 કરોડનું માતબર ફંડ ભેગું કરાવ્યું હતું.

જીવદયા માટે 1.75 કરોડનું ફંડ ભેગું કરાવ્યું

જૈનશાસનને ના પુરાય તેવી ખોટ પડી છે: ગ.જયઘોષ સૂરિજી

આચાર્ય મુક્તિદર્શન સૂરિશ્વરજી

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- પોઝિટિવ બની રહેવા માટે થોડી ધાર્મિક અને અધ્યાત્મિક ગતિવિધિઓમાં સમય પસાર કરવો યોગ્ય રહેશે. ઘરની દેખરેખ તથા સાફ-સફાઈને લગતા કાર્યોમાં પણ તમે વ્યસ્ત રહી શકો છો. કોઇ વિશેષ લક્ષ્યને પ્રાપ્ત કરવા ...

    વધુ વાંચો