તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • Local
 • Gujarat
 • Surat
 • આચાર્ય મુક્તિદર્શન સૂરિશ્વરજી કાળધર્મ પામ્યા, શ્રાવકો ગમગીન

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

આચાર્ય મુક્તિદર્શન સૂરિશ્વરજી કાળધર્મ પામ્યા, શ્રાવકો ગમગીન

4 વર્ષ પહેલા
 • કૉપી લિંક
જૈનધર્મને ના પુરાય તેવી ખોટ પડી: ગ.જયઘોષ સૂરિજી

જૈનાચાર્ય મુક્તિદર્શન સૂરિશ્વરજી મહારાજે પોતાનું આખુ જીવન જૈનધર્મની પ્રભાવના માટે ખર્ચ કરી નાખ્યું હતું. 68 વર્ષની ઉંમરે પણ યુવાનોને શરમાવે તે તેવું તેમનું જીવન હતું. તેમનો જન્મ વડોદરામાં થયો હતો. પૂજ્યશ્રીએ પહેલા બીએસસી કેમિસ્ટ કર્યા બાદ એલએલબીમાં જોડાયા હતા જ્યાંથી તેમણે શિક્ષા અધૂરી મુકીને દીક્ષા અંગીકાર કરી લીધો હતો. તેમના દીક્ષાપર્યાય 45 વર્ષ થયા હતા. સાથે તેમણે યોગદૃષ્ટિના અજવાળા કરીને પુસ્તક લખ્યું હતું. જેનાથી તેઓ ઘણા વિખ્યાત થયા હતા. તેમણે તેમના જીવન દરમિયાન કોઇ મોટી પ્રતિષ્ઠા અથવા કાર્યક્રમને ઓછું મહત્વ આપીને આધ્યાત્મિક જીવન તરફ લોકોને વાળવા માટે ખુબ પ્રયાસો કર્યા હતા જેથી વિદેશમાં પણ ઘણા શ્રાવકો તેમના પ્રવચન સાંભળવા આવતાં. જીવદયા માટે તેઓ કાયમ પ્રયત્નશીલ રહેતા હતા. તેઓએ છેલ્લુ ચાતુર્માસ સુરતના ઉમરા જૈન સંઘ ખાતે પૂર્ણ કરીને તેઓ ઘણા સમયથી સુરતમાં વિહાર કરી રહ્યા હતા. વડાચૌટા,બાબુનિવાસની ગલી,લાલબંગલા જૈન સંઘ ખાતે તેઓ રોકાયા હતા ઉપરાંત તેઓનું આગામી ચાતુર્માસ પણ ઇશિતા પાર્ક જૈનસંઘ અડાજણ ખાતે યોજાવાનું હતું.

આજે પાલખીયાત્રા અને ચડાવા

જૈનશાસનને ખૂબ મોટી ખોટ પડી

શ્રીપ્રેમ-ભૂવનભાનુ સમુદાયના પૂજ્ય ગચ્છાધિપતિ જયઘોષસૂરિશ્વરજી મહારાજે જણાવ્યું કે, પૂજ્ય આચાર્ય મુક્તિદર્શન સૂરિશ્વરજી મહારાજ કાળધર્મ પામ્યા છે. અધ્યાત્મના વિષયમાં તેમની બરોબરી કરી શકે તેવું પ્રાય: કોઇ નથી. યોગના વિષયનો તેમનો ખુબ અભ્યાસ હતો. ખુબ શ્રીમંત પરિવારમાં જન્મ પામીને ગ્રેજ્યુએટ થયા પછી દીક્ષા લીધી હતી. યોગદૃષ્ટિના અજવાળા, આનંદધનજીના સ્તવનો અને પદો ઉપરના તેમના પુસ્તકો ખુબ આવકાર પામ્યા હતા. પ્રવર સમિતિ સહિત તમામ ગચ્છાધિપતિઓએ શોકસંદેશ પાઠવ્યો હતો.

મુક્તિદર્શન સૂરિશ્વરજી મહારાજના છેલ્લા દર્શનાર્થે સરેલાવાડી જૈનસંઘ ખાતે હજારોની સંખ્યામાં શ્રાવક-શ્રાવિકાઓ ઉમટી પડ્યા હતા. આજે સવારે 8 કલાકે પાલખી અને અગ્નિસંસ્કારના ચડાવાઓ બોલાશે. પાલખીયાત્રામાં પણ હજારોની સંખ્યામાં લોકો જોડાશે.

આચાર્ય મુક્તિદર્શન સૂરિશ્વરજી મહારાજ

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- થોડા સમયથી ચાલી રહેલી કોઇ દુવિધા અને બેચેનીથી આજે રાહત મળી શકે છે. અધ્યાત્મિક અને ધાર્મિક ગતિવિધિઓમાં થોડો સમય પસાર કરવો તમને પોઝિટિવ બનાવશે. કોઇ મહત્ત્વપૂર્ણ સૂચના મળી શકે છે એટલે કોઇપણ ફોન...

  વધુ વાંચો