• Gujarati News
  • Local
  • Gujarat
  • Surat
  • સ્મીમેરમાં સુપર સ્પેશિયાલિટી માટે આવક ખર્ચનો તાળો ન મળતાં પાલિકા ગૂંચવાઈ

સ્મીમેરમાં સુપર સ્પેશિયાલિટી માટે આવક- ખર્ચનો તાળો ન મળતાં પાલિકા ગૂંચવાઈ

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ઈન્ફ્રાસ્ટ્રકચર રિપોર્ટર|સુરત

લોકોને સુપર સ્પેશિયલ સુવિધા મળે તે માટે વિચારતી પાલિકા માટે સ્મીમેર હોસ્પિટલમાં આ સુવિધા ઉભી કરવા છાસ ફૂંકી ફૂંકી ને પીવી પડે તેવો ઘાટ ઊભો થયો છે. ગત બજેટમાં આ માટે જોગવાઈ થઈ હતી પરંતુ સુપર સ્પેશિયલ સુવિધા માટે ઈન્ફ્રાસ્ટ્રકચર, સ્ટાફ પગાર સહિતનો ખર્ચ જ 60 કરોડ ઉપર છે અને સામે આવક માત્ર 24 કરોડની જણાતા આવકના સોર્સ વધે તો જ સુવિધા ઉભી કરી શકાય તેવી સ્થિતિ છે. હવે પાલિકા કેન્દ્ર અને રાજ્ય સરકાર આર્થિક સહાય મળે તે માટે પ્રયાસ કરાશે. અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં આ સુવિધા હોવાથી મેડિકલ સ્ટાફ સાથે સ્થાયી સમિતિએ ત્યાંની મુલાકાત લઈ આગળ વધવાનું નક્કી કર્યું છે.

પાલિકા સંચાલિત સ્મીમેર હોસ્પિટલમાં ગત વર્ષે 6.69 લાખ દર્દીઓને સારવાર મળી હતી. 51 હજાર દર્દીઓની મેજર-માઈનોર સર્જરી કરાઈ હતી. સ્મીમેરમાં દર્દીઓની સંખ્યામાં ઉત્તરોત્તર વધારો નોંધાઈ રહ્યો છે. શહેરમાં સુપર સ્પેશિયલ સુવિધા આપે તેવી પાલિકાની બેમાંથી એક પણ હોસ્પિટલ ન હોવાથી હાર્ટને લગતી સારવાર, સર્જરીની સુવિધા ઉભી કરવા તંત્રએ નિર્ણય લીધો છે. આ દરખાસ્તમાં કાર્ડિયોલૉજી-કાર્ડિયો સર્જરી, ઓન્કોલોજી-ઓન્કો સર્જરી જેવી સુવિધા સ્મીમેર હોસ્પિટલમાં શરૂ કરવા સ્થાયી સમિતિ સમક્ષ મંજૂરી મંગાઈ છે. સ્થાયી સમિતિની ગુરૂવારે મળેલી બેઠકમાં સુવિધા ઉભી કરવા પાલિકાએ વધુ ખોટ સહન કરવી પડે તેમ હોવાનું સમિતિએ નોંધ્યું છે. જોકે, લોકહિત સાથે સંકળાયેલી સુવિધાઓ શરૂ કરવા આર્થિક પાસાઓ ચકાસાય તેવો આગ્રહ રખાયો છે.

ચેરમેન રાજેશ દેસાઈએ જણાવ્યુ હતું કે, ઈન્ફ્રાસ્ટ્રકચર સહિતનો ખર્ચ 43 કરોડ અને સ્ટાફનો પગાર પાછળ 15 કરોડથી વધુ એમ 60 કરોડ જેટલો ખર્ચ છે. આ ખર્ચ સામે રેવન્યુ 24 કરોડની જ છે.

અન્ય સમાચારો પણ છે...