• Gujarati News
  • Local
  • Gujarat
  • Surat
  • ચાઇલ્ડ અેબ્યુઝ માટે ના કહો : સુરતમાં લિટલ મિલેનિયન પ્રિ સ્કૂલની બાળકો માટે મેરેથોન

ચાઇલ્ડ અેબ્યુઝ માટે ના કહો : સુરતમાં લિટલ મિલેનિયન પ્રિ-સ્કૂલની બાળકો માટે મેરેથોન

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સિટી રિપોર્ટર | લિટલ મિલેનિયમ પ્રિ સ્કૂલ ચેઇન દ્વારા સુરતમાં 21 જાન્યુઆરીએ બાળકો માટે મેરેથોનનું આયોજન કર્યું છે. સંસ્થા ચાઇલ્ડ અેબ્યુઝ વિરુદ્ધ ઝીરો ટોલરન્સ નીતિને અનુસરે છે. આ મેરેથોનનો મુખ્ય ઉદ્દેશ સામાન્ય લોકોમાં ચાઇલ્ડ એબ્યુઝ અંગે જાગૃતિ ફેલાવવાનો છે. લિટલ મિલેનિયમ ભારતની પહેલી પ્રિ-સ્કૂલ ચેઇન છે. જેણે મેરેથોન શરૂ કરી છે. જે ‘ચાઇલ્ડ અેબ્યુઝ માટે ના કહો’ માટે મહત્ત્વના અભિયાનને 2થી 10 વર્ષની ઉંમરનાં નાનાં બાળકોને પ્રોત્સાહિત કરે છે.

મેરેથોન 21મીએ જમના બા પ્લોટ વેસુ ખાતે સવારે 7 કલાકેથી યોજાશે
સુરતમાં બાળકો માટે મેરેથોન 21 જાન્યુઆરી 2018ના રોજ જમના બા પ્લોટ, વીઆઇપી કેનાલ રોડ ખાતે સવારે 7થી 10 વાગ્યા દરમિયાન યોજાશે. સુરત શહેરમાં આ ત્રીજી મેરેથોન છે અને ભારતભરમાં ચોથી છે. આગામી વર્ષે દેશના વિવિધ શહેરોમાં આયોજન કરાશે.

લિટલ મિલેનિયમ અને એજ્યુકેશન કોમ્પ ખાતે નાનાં બાળકો માટે ઇન્ટરેક્ટિવ અને સલામત વાતાવરણની રચના કરાય છે જે મોટા ભાગે તમામ શિક્ષણ સંસ્થાઓ અને સમાજની જવાબદારી છે. એક બાળક ખુશીથી નવી વસ્તુઓ શીખવા માટે પડકાર ઉઠાવી લે છે. તેમને ભાવનાત્મક રીતે સુરક્ષિત લાગે છે. આ માન્યતાને ધ્યાનમાં રાખીને સુરતમાં લિટલ મિલેનિયમ કેન્દ્રોએ આ માટે ચાઇલ્ડ અેબ્યૂઝની સામે અને તમામ સુરતીઓના યોગ્ય ઉછેર માટે આવું આયોજન કરવા માટે હાથ મિલાવ્યા છે. મેરેથોન 2થી 10 વર્ષની ઉંમરનાં તમામ બાળકોને તેમનાં માતા-પિતા સાથે ટૂંકા અંતરની દોડમાં ભાગ લેવા પ્રોત્સાહિત કરે છે. રમતગમતના વલણને વિકસાવવા અને બાળકોમાં રમતો પ્રત્યે પ્રેમ જાગે એ માટે એક નાનું પગલું છે. આ ઇવેન્ટ 7000થી વધુ લોકોનાં પગથિયાંની સાક્ષી પૂરશે. જ્યાં માતાપિતા અને બાળકો જુદા-જુદા વય જૂથો ગેમ ઝોન અને સેલ્ફી સ્પર્ધા વગેરે માટે આનંદિત કરતી પ્રવૃત્તિઓમાં ભાગ લેશે. પ્રત્યેક બાળક સુવર્ણચંદ્રક સાથે ઘરે પાછા જશે. આ સ્પર્ધામાં ભાગ લેનાર દરેક વ્યક્તિ વિજેતા છે.

મેરેથોન એઇઝ ગ્રુપ પ્રમાણે યોજાશે. જેમાં 2થી3 વર્ષની ઉંમરનાં બાળકો માટે 200 મીટર રનિંગ અને ટ્રાઇસિકલ જ્યારે 3થી 4 વર્ષના માટે 300 મીટર રનિંગ અને ટ્રાઇસિકલ જ્યારે 4થી5 વર્ષના માટે 400 મીટર રનિંગ, 5થી 7 વર્ષના માટે 500 મીટર રનિંગ, 7થી 10 વર્ષના માટે 700 મીટર રનિંગ અને 2થી 7 વર્ષનાં (એનજીઓનાં બાળકો) માટે 200 મીટર રનિંગનું આયોજન કરવામાં આવ્યું છે.

અન્ય સમાચારો પણ છે...