• Gujarati News
  • Local
  • Gujarat
  • Surat
  • મેટલ ચમકાવવાનો પાવડર વેચવાને બહાને ઠગાઇ કરતી ટોળકી પકડાઇ

મેટલ ચમકાવવાનો પાવડર વેચવાને બહાને ઠગાઇ કરતી ટોળકી પકડાઇ

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સોનું,ચાંદી, પિત્તળ, તાબું સહિતના વાસણો અને ઘરેણાં ચમકાવવાનો પાવડર વેચવા માટે નડિયાદથી બાઈક પર આવતી ત્રિપુટીને ક્રાઈમબ્રાંચે પકડી પાડી છે.

જવેલર્સની પત્ની-પુત્રીની નજર ચુકવી રૂ.80 હજારની સોનાની બંગડીઓ તફડાવી હતી. શરૂઆતમાં ટોળકીએ માતા-પુત્રીને વિશ્વાસમાં લઈને સોનાની બંગડીઓ ચમકાવવા માટે હાથ ઉપર ગેરૂ પાવડર લગાડી આપ્યું હતું. પાવડરને કારણે મહિલાને ખંજવાળ આવતા ચાર તોલાની સોનાની બંગડીઓ કાઢી નાંખી હતી. બંગડીઓ હળદરના પાણીમાં નંખાવીને નજર ચુકવીને લઈને ભાગી ગયા હતા. ક્રાઈમબ્રાંચના હાથે પકડાયેલા મુકેશ કૈલાશપ્રસાદ કેસરી, વિકાસ ઉર્ફ વિક્કી વકીલ પ્રસાદ ગુપ્તા અને સન્નીકુમાર નરેશપ્રસાદ કંસારા નડિયાદમાં રહે છે અને મૂળ બિહારના વતની છે. ક્રાઈમબ્રાંચે તેમની પાસેથી સોનાની બંગડીઓ નંગ-8, કાનની બુટ્ટી, બાઈક,મોબાઈલ સહિત મળીને રૂ.2.78 લાખનો મુદામાલ કબજે કરી આગળની તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...