• Gujarati News
  • Local
  • Gujarat
  • Surat
  • ‘ઉદ્યોગ 2018’ ચાઇના કરતાં સસ્તી ટેક્સટાઇલ મશીનરીનું પ્રદર્શન કરાશે

‘ઉદ્યોગ-2018’-ચાઇના કરતાં સસ્તી ટેક્સટાઇલ મશીનરીનું પ્રદર્શન કરાશે

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ધી સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા દર બે વર્ષે આયોજીત થતા પ્રદર્શન ‘ઉદ્યોગ’ની 11મી આવૃત્તિનું તા. 19 થી 22 જાન્યુઆરી દરમ્યાન સરસાણાં કન્વેન્શન સેન્ટર ખાતે આયોજન કરાયું છે. મુખ્યમંત્રી વિજય રૂપાણી તા.18મી જાન્યુ.ના રોજ ઉદ્દઘાટન કરશે. ચાઇનાથી ઇમ્પોર્ટ થતાં મશીનરી કરતાં સસ્તાં દરની ટેક્સટાઇલ મશીનરીઓનું પ્રદર્શન કરવામાં આવશે. પાછલા વર્ષની સરખામણીએ ઉદ્યોગ તેનું કદ વિસ્તારી 1.25 લાખ સ્કેવર ફીટ કરાયું છે. જેમાં ટેક્સટાઇલ મશીનરી, રીન્યુએબલ એનર્જી પેવેલિયન, ઇલેક્ટ્રિક તથા ઇલેક્ટ્રોનિક્સ એન્ડ ઇન્સ્ટ્રુમેન્ટસ પેવેલિયન જેવા વિવિધ ઝોનમાં યાર્ન, લેસ અને જરી સેક્ટરના 300 પાર્ટીસીપેન્ટસ દ્વારા વિવિધ મશીનરીનું પ્રર્દશન હાથ ધરાશે.

રજુઆત કરાઇ છે
જીએસટીના વિવિધ મુદ્દે વિવિધ સ્તરે રજુઆત થઇ ચૂકી છે.ઇમ્પોર્ટ મશીરી પર જીએસટીનો મુદ્દો વણઉકેલાયેલો છે. પી.એમ.શાહ,પ્રમુખ,એસજીસીસીઆઇ

અન્ય સમાચારો પણ છે...