• Gujarati News
  • Local
  • Gujarat
  • Surat
  • ભાવેશ રબારીને હરાવવા સિમકાર્ડ બ્લોક કરાવી દેનારા સામે 6 મહિને ગુનો દાખલ

ભાવેશ રબારીને હરાવવા સિમકાર્ડ બ્લોક કરાવી દેનારા સામે 6 મહિને ગુનો દાખલ

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
યુનિવર્સિટીની સેનેટની ચૂંટણીમાં ભાવેશ રબારીને હરાવવા માટે સિમ કાર્ડ બ્લોક કરાવી દેનારા સુનીલ અજય મહેતા સામે છ મહિના પછી કાપોદ્રા પોલીસે ગુનો નોંધ્યો છે.

સેનેટની ચૂંટણી તા. 13-8-17ના રોજ હતી. તે દિવસે ભાવેશ ગોવિંદભાઈ રબારીનો સિમકાર્ડ બંધ કરાવી દીધો હતો. જેના કારણે મતદારોનો ફોનથી સંપર્ક ન કરી શકે.

છ મહિનાની તપાસના અંતે કાપોદ્રા પોલીસે સુનીલ અજય મહેતા (રહે: સુયોગનગર, ભટાર) સામે આઇટી એક્ટની કલમ 66 (ડી) મુજબ ગુનો નોંધ્યો છે. કામરેજના વસંત ગજેરાના તબેલામાં કામ કરતા મજૂરના નામે સિમ કાર્ડ ખરીદી એ સિમ કાર્ડ સંજય પટવાએ સુનીલને આપ્યું હતું. જે સિમકાર્ડમાંથી સુનીલે વોડા ફોન કંપનીમાં ફોન કરી પોતે ભાવેશ રબારી બોલે છે તેમ કહી જન્મ તારીખ સહિતની માહિતી આપી સિમ બ્લોક કરાવી દીધું હતું.

પોલીસે અરજી લઇ સંતોષ માન્યો હતો
પોલીસ કમિશનર સતીશ શર્માએ સુરતના પોલીસ કમિશનર તરીકેનો ચાર્જ અખત્યાર કરતાની સાથે જ આદેશ આપ્યો હતો કે પ્રત્યેક વ્યક્તિના ગુના અચૂક નોંધી જ લેવા. આમ છતાં આ કિસ્સામાં બન્યું એવું છે કે ભાવેશ રબારી સેનેટ મેમ્બર ઉપરાંત કોર્પોરેટર પણ છે. તેમની ફરિયાદ કાપોદ્રા પોલીસે ન લધી તે ન જ લીધી.માત્ર અરજી લઈને જ સંતોષ માન્યો હતો.

20 વખત રજૂઆત | ભાવેશ રબારીએ કહ્યું હતું કે મેં પહેલેથી જ ગુનો નોંધવાનો આગ્રહ રાખ્યો હતો. બાાદ સમયાંતરે 20 વખત રજૂઆત કરી તો પણ ગુનો ન નોંધાયો આખરે 9-9-17ના રોજ પોલીસ કમિશરને અરજી કરતાં ગુનો નોંધાયો પણ એક જ વ્યક્તિ સામે નોંધાયો છે. ખરેખર આ ઘટનામાં એક કરતા વધુ વ્યક્તિની સંડોવણી છે.

અન્ય સમાચારો પણ છે...