• Gujarati News
  • Local
  • Gujarat
  • Surat
  • શિક્ષણ સમિતિ | વર્ષ 2018 19નું 482 કરોડનું બજેટ સ્થાયીમાં રજૂ

શિક્ષણ સમિતિ | વર્ષ 2018-19નું 482 કરોડનું બજેટ સ્થાયીમાં રજૂ

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સુરત | પાલિકા સંચાલિત સમિતિનું વર્ષ 2017-18નું સુધારેલું રૂપિયા 430 કરોડ અને વર્ષ 2018-19નું રૂપિયા 482 કરોડનું બજેટને મંજૂરી માટે સ્થાયી સમિતિ સમક્ષ રજૂ કરવામાં આવ્યું છે. આગામી શુક્રવારે મળનારી સ્થાયી સમિતિમાં સમિતિના બજેટ પર નિર્ણય લેવામાં આવશે. ગત ડિસેમ્બરના અંતમાં સમિતિના બજેટને ખાસ સામાન્ય સભામાં મંજૂર કરવામાં આવ્યું હતું. નગર પ્રાથમિક શિક્ષણ સમિતિનું રજૂ કરાયેલું બજેટ વર્ષ 2017-18માં 6 કરોડનો વધારો અને 37 કરોડનો ઘટાડો કરીને 430 કરોડનું રજૂ કરાયું છે. જ્યારે વર્ષ 2018-19નું આવક ખર્ચનું રૂપિયા 482 કરોડનું બજેટ રજૂ કરાયું છે. ગણવેશના માટે 15 કરોડ રૂપિયાનો વધારો કરાયો છે.

અન્ય સમાચારો પણ છે...