તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કાપડ વેપારીની 2 કાર, કોરા ચેક લઈને ધમકી આપી

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
રામપુરા મેઇન રોડ વીટી ચોકસીની સામે રહેતા અને ગ્રે-કાપડનો વેપાર કરતા ત્રુતિક મનોજ કંકેશ્વરએ ધંધા માટે 18 લાખની રકમ વેડરોડના ફાઇનાન્સરો પાસેથી લીધી હતી. જેમાં પ્રવીણ મનુ ઝાખણીયા પાસેથી 10 લાખની રકમ 15 ટકા વ્યાજના દરે અને નીલેશ હરગોવિંદ પટેલ પાસેથી 8 લાખની રકમ 6 ટકા વ્યાજે લીધી હતી.

લાખોની રકમ બાબતે સિક્યુરીટીમાં બન્ને ફાઈન્નાસરોમાં પ્રવીણને નિશાન ટેરેનો કાર અને નીલેશને આઈ ટ્વેન્ટી કાર તેમજ કોરા ચેકો ઉપરાંત સ્ટેમ્પપેપરમાં સહીઓ કરાવી હતી. કાપડ વેપારીએ લાખોની રકમ વ્યાજ સહિત ચુકવી દીધા બાદ બન્ને વ્યાજખોરોએ વેપારીને કાર અને ચેકો નહિ આપી ઉપરથી માર મારીને જાનથી મારી નાખવાની ધમકી આપી વધુ રૂપિયાની માંગ કરતાં વેપારીએ પોલીસ કમિશનરમાં અરજી આપવામાં આવી છે.

અરજીના આધારે ચોકબજાર પોલીસે પ્રવીણ મનુ ઝાખણીયા (રહે., માનસી ફ્લેટસ,વેડ રોડ) અને નીલેશ હરગોવિંદ પટેલ (રહે, અક્ષરદીપ સોસાયટી, સિંગણપોર, વેડ રોડ)ની સામે ગુનો નોંધ્યો છે.

વ્યાજખોરોના ત્રાસથી કમિશનરને અરજી

વેડ રોડના બે વ્યાજખોરોને રૂપિયા 18 લાખ વ્યાજ સાથે આપી દીધા હતા

અન્ય સમાચારો પણ છે...