તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ભરણપોષણ નહીં ચૂકવતો પતિ જેલભેગો

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સુરત | પત્નીનેભરણપોષણ નહીં ચૂકવનારા પતિને કોર્ટે જેલમાં મોકલી દેવાનો આદેશ કર્યો છે. ઘરેલું હિંસાની ફરિયાદ બાદ પત્નીએ એડવોકેટ કુ. લતીફા પટેલ મારફત વસુલાત અરજી કરી હતી. લિંબાયત રહેતા પતિ-પત્નીના કેસમા અગાઉ ફેમિલી કોર્ટે પત્નીને રૂપિયા 2500 અને સગીરને રૂપિયા 1000 મળી કુલ 3500 ભરણપોષણ ચૂકવવા હુકમ કર્યો હતો. જો કે, પતિએ રકમ નહીં ચૂકવતા મામલો કોર્ટમાં ગયો હતો. હવે કેસમાં 11મીએ પતિને ફરી કોર્ટમાં રજૂ કરાશે. કેસમાં કુલ 46,500 રકમ ચઢી ગઈ હતી.

અન્ય સમાચારો પણ છે...