તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Surat
  • Surat દિવાળીમાં મુંબઈ દિલ્હી સુપરફાસ્ટ સહિતની 6 વિશેષ ટ્રેન 54 ફેરા મારશે

દિવાળીમાં મુંબઈ - દિલ્હી સુપરફાસ્ટ સહિતની 6 વિશેષ ટ્રેન 54 ફેરા મારશે

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ટ્રાન્સપોર્ટેશન રિપોર્ટર | સુરત

આગામી દિવાળીના તહેવારને પગલે પશ્ચિમ રેલવે દ્વારા અલગ અલગ ડેસ્ટિનેશન માટેની 6 વિશેષ ટ્રેનોને સ્પેશ્યલ ભાડા સાથે દોડાવવામાં આવશે. અપ અને ડાઉનલાઇનની આ 6 ટ્રેનો દિવાળી દરમ્યાન કુલ 54 ફેરા મારશે, જેમાં દિલ્હી,ઇન્દોર,રિવા,અમદાવાદ અને ઓખા માટેના ફેરા સામેલ છે. આ તમામ ટ્રેનોના બંને તરફથી સુરતથી સ્ટોપેજ અપાશે. મુંબઈ સેન્ટ્રલ -નવી દિલ્હી સુપર ફાસ્ટ એસી વિશેષ ટ્રેન મુંબઈ સેન્ટ્રલથી શુક્રવાર અને રવિવારે સાંજે 4 વાગ્યે પ્રસ્થાન કરશે આ ટ્રેન 26 ઓક્ટોબરથી 16 નવેમ્બર સુધી ચાલશે આવી જ રીતે બાંદ્રા ટર્મિનસ -ગાંધીધામ-બાંદ્રા ટર્મિનસ સાપ્તાહિક સુપર ફાસ્ટ વિશેષ ટ્રેન 27 ઓક્ટોબરથી 17 નવેમ્બર સુધી ચલાવવામાં આવશે,બાંદ્રા ટર્મિનસ -ઇન્દોર-બાંદ્રા ટર્મિનસ સાપ્તાહિક સુપરફાસ્ટ વિશેષ ટ્રેન 27 ઓક્ટોબરથી 17 નવેમ્બર સુધી દોડાવવામાં આવશે ,બાંદ્રા ટર્મિનસ -ઓખા -બાંદ્રા ટર્મિનસ ટ્રેન દર બુધવારે 31 ઓક્ટોબરથી 21 નવેમ્બર સુધી દોડાવવામાં આવશે તેમજ વડોદરા-રિવા -વડોદરા સાપ્તાહિક ટ્રેન 28 ઓક્ટોબરથી 18 નવેમ્બર સુધી દોડાવવામાં આવશે

અન્ય સમાચારો પણ છે...