• Gujarati News
  • Local
  • Gujarat
  • Surat
  • કાર્યવાહી| પારસી ટ્ર્સ્ટની જમીન હડપવાનો કેસ: 3 મહિલાની ધરપકડ

કાર્યવાહી| પારસી ટ્ર્સ્ટની જમીન હડપવાનો કેસ: 3 મહિલાની ધરપકડ

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સુરત | પારસી ટ્રસ્ટની સ્મશાનભૂમિ પર મજૂરીકામ કરતાં ધીરૂ નાયકાએ વર્ષ-2012માં જમીનમાં કબજા રસીદ બિલ્ડર અશ્વિન વિરડીયાને લખી આપી હતી. આ જમીનમાં બિલ્ડરે તેના સાગરિતો સાથે ઘૂસણખોરી કરી પારસીઓની અંતિમવિધિ માટેનું દખમું અને બંગલી તોડી પાડી હતી. આ કેસમાં ઉમરા પોલીસે મહિના બબલીબેન ધીરૂભાઈ નાયકા, લતાબેન જીતેન્દ્ર (બંને રહે, મયુર સોસાયટી, ઉમરા), પુષ્પા વિજય નાયકા (રહે, પ્રભુનગર, ડભોલી)ની ધરપકડ કરી છે. જ્યારે ગુરુવારે પગી તરીકે કામ કરતા ધીરૂ નાયકા અને તેના પુત્ર વિનોદ ધીરૂ નાયકાની પણ ધરપકડ કરી હતી.

અન્ય સમાચારો પણ છે...