તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • Local
 • Gujarat
 • Surat
 • આજે સામાન્ય સભામાં વિપક્ષ ચેમ્બર પ્રમુખનો ઘેરાવ કરશે

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

આજે સામાન્ય સભામાં વિપક્ષ ચેમ્બર પ્રમુખનો ઘેરાવ કરશે

4 વર્ષ પહેલા
 • કૉપી લિંક
સૂત્રો પાસેથી પ્રાપ્ત થઈ રહેલી વિગત અનુસાર સામાન્ય ઇવેન્ટ સાથે 10 થી 11 લાખના ભાડામાં ફાળવવામાં આવતો સરસાણા કન્વેન્શન સેન્ટર એક બિલ્ડરોની પ્રાઇવેટ કલ્બ તેમજ ઇવેન્ટ મેનેજમેન્ટ કંપનીને મનહર ઉધાસના કાર્યક્રમ માટે ભાડા વગર આપી દઇ સાથે ત્રીજી ક્વોટર જનરલ મિટીંગ આયોજી દેતાં વિપક્ષી મેનેજીંગ સભ્યો દ્વારા ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ સામે વિરોધ નોંધાવાયો હતો. આજે યોજાનારી સામાન્ય સભામાં ચેમ્બર ઓફ કોમર્સના સભ્યો દ્વારા ચેમ્બર ચેમ્બર પ્રમુખનો ઘેરાવો કરી હિસાબોની માંગણીની રણનિતી તૈયાર કરવામાં આવી છે. જેના કારણે આજે યોજાનારી સામાન્ય સભા તોફાની બને તેવી શક્યતા જોવા મળી રહી છે.

મનહર ઉધાસના કાર્યક્રમ માટે વગર ભાડે અપાયેલા હોલમાં ક્લબ પોતાનું પ્રમોશન મફતમાં કરે અને તેની નુકશાની ચેમ્બર ઓફ કોમર્સે ભોગવવી પડી રહી છે. તેવો આક્ષેપ ચેમ્બરના મેનેજીંગ સભ્યો દ્વારા કરવામાં આવ્યો છે. કમિશ્નર તેમજ કલેક્ટરની કાર્યક્રમમાં પધરામણી તેમજ પ્રાઇવેટ ક્લબના સભ્યોના કારણે ક્વોટર જનરલ મિટીંગ ચેમ્બરમાં યોજવાનું નક્કી કરવામાં આવ્યું હોવાનું જાણવા મળ્યું હતું.

સરસાણા કન્વેન્શન સેન્ટરમાં સામાન્ય ઇવેન્ટ માટે 10થી11 લાખ વસૂલાય છે

મનહર ઉધાસના કાર્યક્રમ માટે ભાડાનો વિવાદ

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- થોડા સમયથી ચાલી રહેલી કોઇ દુવિધા અને બેચેનીથી આજે રાહત મળી શકે છે. અધ્યાત્મિક અને ધાર્મિક ગતિવિધિઓમાં થોડો સમય પસાર કરવો તમને પોઝિટિવ બનાવશે. કોઇ મહત્ત્વપૂર્ણ સૂચના મળી શકે છે એટલે કોઇપણ ફોન...

  વધુ વાંચો