વેઇટિંગ લાભાર્થીને PM આવાસ ફાળવવા માંગ

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સિટી રિપોર્ટર.સુરત: | પાલિકા દ્વારા પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત ઇડબલ્યુએસ-2 સ્કીમના 4992 આવાસો ડ્રો દ્વારા લાભાર્થીઓને ફાળવણી કરવામાં આવ્યા હતા. જો કે ઘણા હજુ વેઇટીંગ લિસ્ટમાં છે. ગરીબ અને મધ્યવર્ગના લોકોએ ડિપોઝીટ ભરીને ું ફોર્મ ભર્યુ હતું. તેમના ડોક્યુમેન્ટસ ચકાસણી થયા પછી મળવાપાત્ર પરિવારોના જ ડ્રોમાં સમાવેશ કરવામાં આવેલ હતા. જેથી ફરીવાર તેઓને આ બધી પ્રક્રિયામાંથી પસાર ન થવું પડે તે માટે પાલિકા દ્વારા પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત ભવિષ્યમાં ઇડબલ્યુએસ-2 ટાઇપ આવાસોનું નિર્માણ કરાનાર હોય વેઇટીંગ લિસ્ટમાંથી ઇડબલ્યુએસ-2 ટાઇપ સ્કીમના આવાસોની ફાળવણી કરવા ડેપ્યુટી મેયર નિરવ શાહે માંગ કરી છે.

અન્ય સમાચારો પણ છે...