• Gujarati News
  • Local
  • Gujarat
  • Surat
  • ફ્લાઇટ | ઈન્ડિગોેએ ગોવા દિલ્હી માટે ઓનલાઇન બુકિંગ ઓપન મૂક્યું

ફ્લાઇટ | ઈન્ડિગોેએ ગોવા - દિલ્હી માટે ઓનલાઇન બુકિંગ ઓપન મૂક્યું

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સુરત | છેલ્લા કેટલાક મહિનાથી સુરત એરપોર્ટ પર ધમધમાટ જોવા મળી રહ્યો છે.આગામી 16મી ઓગસ્ટના રોજ ઈન્ડિગો એક સાથે 6 શહેરો માટેની 7 ફલાઇટ સુરતથી ઉડાડશે જે પૈકી 5 ફલાઈટના ઓનલાઇન બુકીંગ ઓપન કરી દેવામાં આવ્યા હતા.બુધવારે ઈન્ડિગો દ્વારા ગોવા માટેની અને દિલ્લી માટેની બીજી ફલાઈટના પણ ઓનલાઇન બુકીંગ ઓપન કરવામાં આવતા હવે સુરતથી તમામ 6 શહેરો માટેની ફલાઈટના બુકીંગ શરુ થઇ ચુક્યા છે.16મી ઓગસ્ટના દિવસે એક સાથે 7 ફ્લાઇટ શરુ થતા સુરત એરપોર્ટ દ્વારા ઇતિહાસ રચવામાં આવશે. અગાઉ ક્યારેય કોઈ એરપોર્ટથી એક જ દિવસે 7 ફલાઇટ શરુ કરવામાં નથી આવી ઉલ્લેખનીય છે કે ઈન્ડિગો દ્વારા 16મીએ દિલ્લી અને ગોવાની ફલાઇટ શરુ કરવામાં આવતા દિલ્લી માટેની કુલ ફલાઇટની સંખ્યા 6 થઇ જશે જયારે ગોવા માટેની આ બીજી ફલાઇટ હશે

અન્ય સમાચારો પણ છે...