તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Surat
  • મોનસૂન | મુસાફરોની સુરક્ષા માટે રેલવે શરૂ કરશે મોનસૂન પેટ્રોલિંગ

મોનસૂન | મુસાફરોની સુરક્ષા માટે રેલવે શરૂ કરશે મોનસૂન પેટ્રોલિંગ

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સુરત | ચોમાસાની ઋતુમાં ટ્રેનમાં મુસાફરી કરી રહેલા લોકોની સુરક્ષા માટે પશ્ચિમ રેલવે દ્વારા ખાસ તૈયારીઓ કરવામાં આવી છે. રેલવે તંત્ર દ્વારા મોનસૂન પેટ્રોલિંગ શરૂ કરાશે. તે સિવાય જોખમવાળા ક્ષેત્રોને ચિહ્નિત કરવા, ટ્રેક , ઓવર હેડ વાયર તથા સિગ્નલને અડચણરૂપ ઝાડ કાપવા, ટ્રેક પર પાણી ભરાતું રોકવા અંગેની કામગીરી રેલવે તંત્ર દ્વારા 30 સપ્ટેમ્બર સુધી કરવામાં આવશે. ઉલ્લેખનીય છે કે બે દિવસ અગાઉ સંજાણ નજીક ટ્રેક પર પાણી ભરાવાને લીધે મુંબઈથી અમદાવાદ તરફ જતી તમામ ટ્રેનોના શિડ્યુઅલને અસર પહોંચી હતી. જેના પગલે હજારો મુસાફરો અટવાયા હતા.

અન્ય સમાચારો પણ છે...