તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Surat
  • સુકો ભીનો કચરો અલગ નહીં રાખશો તો પાલિકા કચરો ઉપાડવાનું બંધ કરશે

સુકો-ભીનો કચરો અલગ નહીં રાખશો તો પાલિકા કચરો ઉપાડવાનું બંધ કરશે

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સિટી રિપોર્ટર. સુરત: સ્વચ્છતા સર્વેક્ષણમાં સુરત ચોથા નંબરેથી છેક 14માં નંબરે ધકેલાતા તેની સીધી અસર બુધવારે હેલ્થ એન્જિનિયરિંગની બેઠકમાં જોવા મળ્યો હતો. આ બેઠકમાં પાિલકા કમિશનર એમ.થેન્નારસને સુકો અને ભીનો કચરો અલગ રાખવા માટે શહેરીજનોને તાકીદ કરી હતી. જેમાં તેમણે આદેશ આપતાં જણાવ્યું કે જો સુકો અને ભીનો કચરો અલગ નહીં રખાશે તો નોટિસ આપ્યાં બાદ પાલિકા કચરો ઉપાડવાનું બંધ કરશે.

નોટિસ આપ્યાના અઠવાડિયા બાદ મહાનગર પાલિકા કાર્યવાહી કરશે
બુધવારે હેલ્થ એન્ડ એન્જિનિયરિંગની મિટિંગમાં કમિશનરે સુકા અને ભીના કચરા મામલે સોસાયટી દ્વારા મામલો ગંભીરતાથી લેવા અંગેની ચર્ચા હાથ ધરી હતી. તેઓએ અધિકારીઓને આદેશ આપ્યો હતો કે, જો લોકો સુકા અને ભીના કચરા અલગ-અલગ આપવામાં લોકો ગંભીરતા ન દાખવે તો તેવી સોસાયટીઓને પહેલા નોટીસ ફટકારવી. નોટીસ મળ્યાના અઠવાડિયા પછી પણ આ બાબતે સુધારો નહીં થાય તો કચરો ઉઠાવવાનો બંધ કરી દેવો જોઇએ. પાલિકા કમિશનરે આપેલા આદેશનો તાકીદે અમલ કરવામાં આવશે. આ ઉપરાંત મીટીંગમાં સ્વચ્છતામાં કોઇપણ કાળે શહેર પાછળ નહીં રહે તે માટે તમામ પ્રકારની કામગીરીમાં સુધારો લાવવા પણ ટકોર કરાઇ હતી. સાથે સાથે આરોગ્ય વિભાગને હાલમાં વરસાદી માહોલ છે ત્યારે જે સ્થળે પાણીના ભરાવો થાય છે ત્યાં ઉકેલ લાવવા સાથે મચ્છરોના બ્રિડિંગ સ્પોટનો સર્વે કરી જરૂરી કાર્યવાહી કરવા પણ આદેશ આપ્યો છે.

આ રીતે કચરાનું વર્ગીકરણ કરવું
સૂકો કચરો

પાલિકાના અભિયાન છતાં જનજાગૃતિ નહીં આવી
સુકો અને ભીનો કચરો અલગ રાખવા બાબતે પાલિકાએ જનજાગૃતિ અભિયાન હાથ ધર્યું હતું. પેમ્ફલેટ વિતરણ સાથે હોડિંગ્સો લગાડી પણ પ્રચાર કરાયો હતો. જો કે તેમ છતાં લોકોને સુકો-ભીનો કચરો અલગ કરવામાં રસ નથી. જેને લીધે શહેરને સ્વચ્છતા સર્વેક્ષણમાં પણ ઓછા માર્કસ મળ્યા છે. સુરત સ્વચ્છતામાં ટોપ-10માંથી પણ બહાર ફેંકાઇ ગયું છે ત્યારે પાલિકા કમિશનર આ બાબતે ગંભીર થયા છે.

ભીના-સુકા માટે વ્યવસ્થા છતાં ઉપયોગ કરાતો નથી
કચરો ઉઠાવવાનું કામ પાલિકાએ એજન્સીને આપ્યું છે. એજન્સીને સુકા અને ભીના કચરા ભેગા ન લેવા નિર્દેશ પણ આપવામાં આવ્યા છે. એજન્સીઓ દ્વારા ડોર ટુ ડોર ગાર્બેજ કલેક્શનની ગાડીઓ માં પણ સુકો અને ભીનો કચરો લેવા બે ભાગ કરી દીધા છે. આમ છતાં સોસાયટીઓ દ્વારા કચરો આપવા સમયે આ બાબતનું ધ્યાન આપવામાં આવતું નથી, લોકો એક જ કન્ટેનરમાં કચરો નાખી દેતા હોય છે.

કાગળ, પુઠા, પેકેજિંગ ના કામમાં વપરાતું મટિરીયલ, મિશ્રિત પદાર્થોની બતાવવામાં આવતાં પેકેટ વગેરે

ભીનો કચરો

બગડેલાં શાકભાજી, નકામા શાક, ફૂલ ફળો તેમજ બગડેલાં જ્યુસ, શાકભાજી અને ફળોનાં છોતરાં, ઘર કે બગીચામાં નીકળતો પાંદડાનો કચરો, ખરાબ ટોયલેટ પેપર વગેરે

સીધી વાત
ડો.આશિષ નાયક, આરોગ્ય અધિકારી

કચરો અલગ આપવાથી કમ્પોઝમાં સરળતા રહે
શું તકલીફ આવી રહી છે ω

- પ્રચાર છતાં લોકો અલગ નથી આપતાં

લોકોને ડસ્ટબીન અપાશે ω

- મ્યુનિસિપલ સોલિડ વેસ્ટ એક્ટ 2003 મુજબ કચરો જનરેટ કરનારની જવાબદારી છે કે ડસ્ટબિનની વ્યવસ્થા કરે

અલગ કચરો રાખવાથી શું ફાયદો ω

- અલગ કરવાથી કમ્પોઝ કરવાની પ્રોસેસીંગમાં સરળતા રહે છે

રોજ કેટલા ટન કચરો ઠલવાય છે ω

- રોજ કુલ 1600 ટન કચરો ઠલવાય છે. જેમાં 950 ટન સુકો અને 650 ટન ભીનો હોય છે.

અન્ય સમાચારો પણ છે...