તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Surat
  • મહીસાગરમાં ડૂબતા બર્થ ડે બોયને બચાવવા બે મિત્રો કૂદી પડ્યા, એકનું મોત, એક લાપતા

મહીસાગરમાં ડૂબતા બર્થ ડે બોયને બચાવવા બે મિત્રો કૂદી પડ્યા, એકનું મોત, એક લાપતા

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
મિત્રનો જન્મ દિવસ હોવાથી 7 જેટલા મિત્રો ભેગા મળી બુધવારે સવારે સાવલી સ્થિત લાંછનપુર ખાતે ગયા હતા. જ્યાં મહિસાગર નદીમાં નાહવા પડેલા મિત્રને ડૂબતો જોઇ તેના બે મિત્રો બચાવવા માટે નદીમાં કુદ્યા હતા. જેમાં બન્ને યુવકો તણાતા એકનુ મોત નિપજ્યું હતંુ. જ્યારે અન્ય યુવકની મોડી રાત સુધી શોધખોળ કરવા છતાં તેનો કોઇ પત્તો મળી આવ્યો ન હતો. બનાવને પગલે સ્થાનિક પોલીસને જાણ કરાતા તેઓ તાત્કાલીક ઘટના સ્થળે આવી પહોંચ્યા હતા.

સુરતમાં રહેતા અને વડોદરા સ્થિત જૂદી જૂદી કોલેજમાં અભ્યાસ કરતા પાંચથી સાત યુવાનો તેમના મિત્ર નયનના જન્મદિવસની ઉજવણી કરવા માટે સાવલી સ્થિત લાંછનપુર ખાતે પહોંચ્યા હતા. બુધવારે બપોરે 12-30 વાગ્યાના અરસામાં હાર્દિક ગંગજીભાઇ કલસરીયા, નિતિન ધીરૂભાઇ વાળા, નયન બલદાનીયા, અક્ષય કોટડીયા અને ચંપૂશ કલસરીયા મહિસાગર નદીના કીનારે પહોંચ્યા હતા. જ્યાં મિત્ર નયનના જન્મદિવસની ઉજવણી કર્યાબાદ તેઓ નદીમાં નાહવા માટે ગયા હતા. દરમિયાન નયનને ડૂબતો જોઇ નિતિન અને હાર્દિક તેને બચાવવા માટે નદીમાં કુદ્યા હતા. જેમાં નયનનો બચાવ થયો હતો.જ્યારે નિતિન અને એમ.એસ.યુનિ.ના બોટની વિભાગમાં અભ્યાસ કરતો હાર્દિક નદીના ધસમસતા પાણીમાં તણાયા હતા. જેથી અન્ય મિત્રોએ બચાવ બચાવની બુમો પાડતા સ્થાનિકો દોડી આવ્યાં હતા. ...અનુસંધાન પાના નં. 9

ઊંડા પાણીમાં 7 કલાક શોધખોળ
લાંછનપુરની મહિસાગરમાં મિત્રને બચાવવા જતા ડૂબી ગયેલા બે યુવાનો પૈકીના એકનુ મોત નિપજ્યું હતુ. જ્યારે નિતિનને નદીના ઊંડા પાણીમાં શોધવા માટે ફાયર બ્રીગેડ સહીત સ્થાનિક તરવૈયાઓ પણ 7 કલાક કામે લાગ્યાં હતા. પરંતુુ પાણીનો વહેણ વધુ હોવાથી નિતિન કોઇ પત્તો મળી આવ્યો ન હતો.

લાપતા નિતીન વાળા

અન્ય સમાચારો પણ છે...